બોગસ બીંલીંગ સંદર્ભે જીએસટી વિભાગ અને ભાવનગર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 20 આરોપીઓ સામે ગુજસીટોક એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે 20 આરોપીઓમાંથી 14 આરોપીઓ ઝડપાયા છે. જેને લઈને આ 14 આરોપીઓને રાજકોટ ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. કૌભાંડમાં ઝડપાયેલ આરોપીઓમાં 19 ભાવનગરના અને 1 આરોપી રાજકોટનો છે.
ફેબ્રુઆરી 2023 અને 2024માં કૌભાંડ આચરવામાં આવ્યું :
સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આરોપીઓ દ્વારા વિવિધ અરજદારોના આધાર કાર્ડનો દુર ઉપયોગ કરી જીએસટી ચોરી કૌભાંડ આચરવામાં આવ્યું છે. જે દરમિયાન જીએસટી વિભાગે ફેબ્રુઆરી 2023 અને 2024માં આ પ્રકારના કૌંભાંડો ઉજાગર કર્યા હતા.


.png)