વડોદરામાં બુધવારે એક દવા ફેક્ટરીમાં ગેસ લીક થવાના કારણે બ્લાસ્ટની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં ત્રણ શ્રમિકોના મોત થયા છે, જ્યારે એક અન્ય શ્રમિક ઈજાગ્રસ્ત થયો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના એકલબારા ગામમાં સ્થિત ફેક્ટરીમાં અંદાજિત બે વાગ્યે ગેસ પાઈપથી લીકના કારણે વિસ્ફોટ થઈ ગયો. ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ધડાકો થતા જ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.
ફેક્ટરીમાં કયા સમયે થયો બ્લાસ્ટ?
પાદરાના પોલીસ ઈન્સ્પેક્ટર એલબી તડવીના અનુસાર, ફેક્ટરીમાં બપોરે અંદાજિત બે વાગ્યે બ્લાસ્ટ થયો. ત્યારે ચાર કર્મચારી હાજર હતા, જેના કારણે તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. બાદમાં ઘટનાની 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરાઈ હતી. જેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
કેસની તપાસ ચાલી રહી છે
અધિકારીના જણાવ્યા અનુસાર, દુર્ઘટના બાદ તાત્કાલિક શ્રમિકોને વડોદરાની એક હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન ત્રણ શ્રમિકોના મોત થઈ ગયા. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.



.png)