ઉચ્છલ : શિક્ષક શાળામાં નશાની સ્થિતિમાં આવતાં હોવાનો આક્ષેપ, બદલી કરવ માટે આવેદનપત્ર અપાયું

0
  • શિક્ષક શાળામાં નશાની સ્થિતિમાં આવતાં હોવાનો આક્ષેપ
  • શિક્ષક વ્યસન કરી ભણાવતા હોવાના આક્ષેપ
  • તાલુકા શિક્ષણ અધિકારોને બદલી કરવ માટે આવેદનપત્ર અપાયું
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકા શિક્ષણ અધિકારોને સુંદરપુર ગામ ના SMC સમિતિના સભ્યો અને ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપી સોમવારના રોજ રજૂઆત કરાઈ હતી જેમાં સુંદરપુર કોકણી ફળિયાની શાળામાં ફરજ બજાવતા શિક્ષક ગામીત વલ્લુભાઈ દાસ વ્યસન કરી ભણાવતા હોવાના આક્ષેપ સાથે આવેદન આપી બદલી કરવાની માંગ કરાઇ છે.

ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામના કોકણીફળિયામાં ચાલતી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષક છેલ્લા ત્રણ વર્ષથી નશા યુક્ત સ્થિતિમાં આવતાં હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કરી તેમનીબદલી કરવાની માગ કરી હતી. સુંદરપુર ગામના કોકણી ફળિયામાં જિલ્લા પંચાયત સંચાલિતસરકારી પ્રાથમિક શાળા ચાલે છે. આ શાળામાં લલ્લુભાઈ ગામીત નામના શિક્ષક ફરજ બજાવે છે. શાળાની એસ.એમ.સી સમિતિના સભ્યો અને વાલીઓ દ્વારા આ શિક્ષક વિરુદ્ધ તાલુકા શિક્ષણ અધિકારીને એક લેખિત ફરિયાદ કરવામાં આવી છેતેમાં જણાવ્યાં મુજબ આ શિક્ષક શાળામાં નશાયુક્ત સ્થિતિમાં આવતાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ શિક્ષક મહાશય બાળકોને ભણાવવાના બદલે શાળામાં સુઈ જતાં હોવાની ફરિયાદ પણ થઈ છે. આ શિક્ષકને કારણે બાળકોના શિક્ષણ પર માઠી અસર થઈ રહી છે અને તેમનું શિક્ષણ બગડી રહ્યું છે. આ શિક્ષકને શાળામાંથી તાકીદે બદલી કરવાની માગ કરવામાં આવી છે . જો ટૂંક સમયમાં આ બાબતે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવે તો વાલીઓ દ્વારા શાળાના દરવાજે તાળું મારવા સહિતના ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવનાર છે. ઉચ્છલ તાલુકા શિક્ષણ અધિકારી આ અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરે તેવી માગ ગ્રામજનો એ કરી હતી.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top