આ વર્ષે જાન્યુઆરીમાં યોજાયેલ કોન્ફરન્સમાં 120 દેશોને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમાંથી મોટાભાગના દેશોએ ભાગ લીધો હતો. ગ્લોબલ સાઉથના દેશોમાં મુખ્યત્વે આફ્રિકન, લેટિન અમેરિકન અને કેરેબિયન દેશોનો સમાવેશ થાય છે.
આફ્રિકન યુનિયનને જી-20નો સભ્ય બનાવ્યા બાદ આ વર્ષે બીજી વખત ભારતના નેતૃત્વમાં વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ કોન્ફરન્સનું આયોજન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. આ કોન્ફરન્સનું આયોજન થકી વૈશ્વિક રાજદ્વારી મંચ પર ભારતના વધતા પ્રભાવને દર્શાવવાની સાથે સાઉથ ગ્લોબલના દેશોમાં ચીનના વર્ચસ્વને પણ ઘટાડશે. વૈશ્વિક રાજદ્વારી મંચ ઉપર ભારત સાઉથ ગ્લોબલમાં આવતા દેશોમાં પોતાના નવા સાથીદાર દેશોને તૈયાર કરી રહ્યું છે. સાઉથ ગ્લોબલમાં મોટાભાગે આફ્રિકન, લેટિન અમેરિકન અને કેરેબિયન દેશોનો સમાવેશ થાય છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે શુક્રવારે વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ કોન્ફરન્સનું વર્ચ્યુઅલ રીતે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે. જેમાં કુલ દસ સેશન યોજાશે. તેમાં મુખ્યત્વે વિદેશ, શિક્ષણ, નાણા, પર્યાવરણ, ઉર્જા, આરોગ્ય અને અન્ય મંત્રાલયોનો સમાવેશ થશે, જેમાં આ વિભાગોના પ્રધાનો ભાગ લેશે. આ કોન્ફરન્સમાં 100થી વધુ દેશો ભાગ લે તેવી શક્યતા છે. લગભગ 125 દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ વર્ષે જાન્યુઆરીમાં આયોજિત કોન્ફરન્સમાં 120 દેશોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાંથી મોટાભાગના દેશોએ ભાગ લીધો હતો. ગ્લોબલ સાઉથના દેશોમાં મુખ્યત્વે આફ્રિકન, લેટિન અમેરિકન અને કેરેબિયન દેશોનો સમાવેશ થાય છે. જેમાં 54 આફ્રિકન દેશો, 33 લેટિન અમેરિકન દેશો અને 13 કેરેબિયન દેશોનો સમાવેશ થાય છે. આ સિવાય કેટલાક એશિયન અને ઓશનિયન દેશનો પણ સમાવેશ થાય છે.
ભારતનો પ્રભાવ વધ્યો
વિદેશ બાબતોના નિષ્ણાતોના મતે, જે રીતે ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં સાઉથ ગ્લોબલના દેશોને સતત નેતૃત્વ પૂરું પાડ્યું છે. એ સિવાય G-20માં સાઉથ ગ્લોબલના દેશોના સંબંધિત મુદ્દા ઉઠાવ્યા છે. આફ્રિકન યુનિયનને G-20માં સભ્ય પણ બનાવ્યું છે. આ તમામ કામગીરીને કારણે વૈશ્વિક મંચ પર ભારતનો પ્રભાવ વધ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભાવિ સુધારાને ધ્યાનમાં રાખીને પણ આ મહત્વપૂર્ણ છે.
ખાસ કરીને સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે ભારતના દાવાને ધ્યાનમાં રાખીને આ દેશો ભારતને સમર્થન આપી શકે છે. સાઉથ ગ્લોબલના દેશની સંખ્યા ઘણી મોટી છે. આ સિવાય ભારત નાના નાના દેશો સાથે પણ વેપાર સંબંધો વધારી રહ્યું છે. આત્મનિર્ભર ભારત કાર્યક્રમને જે રીતે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તે જોતાં આગામી સમયમાં ફાર્માસ્યુટિકલ અને ટેકનિકલ ક્ષેત્રોમાં ઉત્પાદન વધશે અને ભારતના નવા સાથીદાર બનતા દેશો નિકાસ માટેના નવા કેન્દ્રો બની શકે છે.