- રાજ્યનાં મંત્રી મુકેશ પટેલ અને કુંવરજી હળપતિ હાજર
- સરકારે સુગર ફેક્ટરી શરૂ કરવા 30 કરોડ ફાળવ્યા
તાપી જિલ્લાનાં ખેડૂતનો જીવાદોરી ગણાતી શ્રી ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી. જે વર્ષોથી બંધ હતી તે સુગર ફેકટરીને ફરી શરૂ કરી વર્તમાન વર્ષનું પિલાણ કરવાની શરૂઆત તાપી જિલ્લાના પ્રભારી અને વન, પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ, તથા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી મુકેશભાઇ પટેલ સહિત આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, તથા ગ્રામ વિકાસ વિભાગના રાજ્યમંત્રી કુંવરજી હળપતિનાં હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે તાપી જિલ્લાવાસીઓને ભૂતકાળની જેમ આવનાર દિવસોમાં વ્યારા સુગર ફેક્ટરી ધમધમતી જોવા મળશે.