નેશનલ સ્પોર્ટ્સ ડે: તાપી જિલ્લાની ડી.એલ. એસ.એસ, ઇનસ્કુલમાં નેશનલ સ્પોર્ટસ ડે ની ઉજવણી કરવામાં આવી

0
  • સ્પોર્ટ્સ ફિટનેસ અવેરનેસ તથા બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત રેલી

ખેલ રત્ન મેજર ધ્યાનચંદની જન્મદિનની ઉજવણીના ભાગરૂપે ગત તા.29/8/23 નાં દિને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર તથા જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, તાપી દ્વારા તાપી જિલ્લાની ડી.એલ. એસ.એસ, ઇનસ્કુલ તથા વિવિધ શાળાઓમાં નેશનલ સ્પોર્ટસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડી.એલ. એસ.એસ. ખાતે સવારે સ્પોર્ટ્સ ફિટનેસ અવેરનેસ તથા બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત રેલી વ્યારા શહેરમાં કાઢવામાં આવી હતી જેમાં તાપી જિલ્લાનાં મહિલા અને બાળ અધિકારી ડૉ. મનીષાબેન મુલતાની ઉપસ્થિત રહી રેલીને લીલી ઝંડી આપેલ હતી. વ્યારા તાલુકાની વિવિધ શાળાઓની એથ્લેટિકસ સ્પર્ધાનું આયોજન કરેલ હતું જેમાં વ્યારા તાલુકાના વિવિધ શાળાઓના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો. ત્યારબાદ બ્રધરન હાઇસ્કુલ, બોરપાડા ખાતે મેજર ધ્યાનચંદની મૂળ રમત હોકીની સ્પર્ધાનું આયોજન કરેલ હતું. આ ઉપરાંત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા ચાલતી ઇનસ્કુલ યોજના હેઠળ કાર્યરત વિવિધ શાળાઓમાં ખેલાડીઓના પ્રોત્સાહન તથા મનોરંજન અને ખેલ પ્રત્યેની જાગૃતતાનાં ભાગ રૂપે વિવિધ રમતોનો આયોજન કરેલ હતું. ત્યારબાદ ડી.એલ. એસ.એસ. ખાતે રસ્સા ખેંચ તથા રીલે દોડની સ્પર્ધાનું આયોજન કરેલ હતું. નેશનલ સ્પોર્ટ્સ ડેનાં સમગ્ર કાર્યક્રમમાં વ્યારા સહિત જિલ્લામાં વિવિધ રમતોમાં અંદાજીત 2100 જેટલા રમત પ્રેમીઓએ ભાગ લીધેલ હતો.

  • એથ્લેટિકસ સ્પર્ધા


  • રસ્સા ખેંચ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top