- વ્યારા સરકારી જનરલ હોસ્પિટલના ખાનગીકરણને લઈ 13મીએ રેલી
વ્યારાની જનરલ હોસ્પિટલનું સંચાલન માટે યુએન ફાઉન્ડેશન ગ્રુપને આપવાની કામગીરીને લઈને તાપી જિલ્લામાં વિરોધ ઉઠી રહ્યો છે જેને લઇને ચીચબરડી મુકામે ઝાંખરી તાલુકા પંચાયતના ગ્રામજનો જનરલ હોસ્પિટલના ખાનગી કરણનો વિરોધ કરી રહ્યા છે. આવનાર સમયમાં યોજનારી રેલીમાં જોડાઈ વિરોધ પ્રદર્શન કરશે. વ્યારા જિલ્લા સરકારી હોસ્પિટલ ( જનરલ હોસ્પિટલ )ના સંચાલન માટે યુ.એન.એમ ફાઉન્ડેશન ટોરેન્ટો ગ્રુપને આપવા સરકારે ઠરાવ કર્યો હોવાથી આદિવાસીના હિતમાં વિરોધ કરી જિલ્લા મથકથી લઈ તાલુકા મથકો પર UNO દ્વારા ઘોષિત તેરમી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવશે પદયાત્રા સ્વરૂપે વિરોધ વ્યક્ત કરવાના અનુસંધાને આજરોજ ચીચબરડી મુકામે ઝાંખરી તાલુકા પંચાયત અને એરિયાના સંગઠનના ગામોના ગ્રામજનોની મીટીંગનું આયોજન કર્યુ હતું.
13મી સપ્ટેમ્બરે સવારે 8:00 કલાકે ડોલારા બિરસા મુંડા હાટ બજાર પાસેથી પદયાત્રાનું પ્રસ્થાન કરશે અને જનક નાકે પદયાત્રા પહોંચશે. ત્યાંથી તમામ લોકો સાથે રેલીમાં જોડાઈ જિલ્લા કલેકટરને આવેદન અપાશે એમ આગેવાન નિલેશ ગામીત (વ્યારા તા. પં. સભ્યએ જણાવ્યું હતું. વ્યારા જનરલ હોસ્પિટલના ખાનગી થવાના મુદ્દે બેઠક મળી હતી.


.png)