પોલીસ ભરતીને લઈ સૌથી મોટા સમાચાર: IPS હસમુખ પટેલ અને પી.વી રાઠોડને સોંપાઈ મોટી જવાબદારી

0
  • પોલીસની ભરતીને લઈ મહત્વના સમાચાર
  • ભરતીને લઇ ઉભી કરાયેલ 7 જગ્યામાંથી બે જગ્યાની જવાબદારી સોંપાઈ
  • હસમુખ પટેલ અને પી વી રાઠોડને સોંપાઈ જવાબદારી
  • અધિક પોલીસ મહાનીર્દેશક, નાયબ પોલીસ મહાનિર્દેશકની જવાબદારી સોંપાઈ

ગુજરાત પોલીસ ભરતી: ગુજરાતમાં પોલીસની ભરતીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ભરતીને લઇ ઉભી કરાયેલ 7 જગ્યામાંથી બે જગ્યાની જવાબદારી સોંપાઈ છે. વિગતો મુજબ હસમુખ પટેલ અને પી વી રાઠોડને મહત્વની જવાબદારી સોંપાઈ છે. આ બંને અધિકારીઓને અધિક પોલીસ મહાનિર્દેશક અને નાયબ પોલીસ મહાનિર્દેશકની જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાતમાં પોલીસની નવી ભરતી માટે કવાયત શરૂ કરવામાં આવી છે. વિગતો મુજબ ટૂંક સમયમાં PSI અને LRDની ભરતી જાહેર કરાઇ શકે છે. આ તરફ હવે નવી ભરતીની કવાયત વચ્ચે બે ઉચ્ચ અધિકારીઓને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. વિગતો મુજબ IPS હસમુખ પટેલને અધિક પોલીસ મહાનિર્દેશક અને પી વી રાઠોડને નાયબ પોલીસ મહાનિર્દેશકની જવાબદારી સોંપવામાં આવી છે. જેને હવે ટૂંક સમયમાં પોલીસની ભરતી આવી શકે છે.

શું કહ્યું હતું ગૃહમંત્રીએ ?
નોંધનીય છે કે, 18 મે ના રોજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ મોરબીમાં પોલીસ આવાસોના લોકાર્પણ દરમિયાન મોટું નિવેદન આપ્યું હતું. પોલીસ ભરતીને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે, આગામી સપ્ટેમ્બર મહિનામાં ભરતીનું આયોજન કરવામાં આવશે. આ સાથે તેમણે કહ્યું હતું કે, સપ્ટેમ્બર મહિના બાદ પોલીસ ભરતીની શારીરિક કસોટી લેવામાં આવશે. ઉનાળા અને ચોમાસાને કારણે ફિઝિકલ પરીક્ષા લઈ શકાતી નથી. શારીરિક કસોટી બાદ સપ્ટેમ્બર મહિના પછી ભરતીનું આયોજન કરવામાં આવશે.


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top