વ્યારાના કસવાવ ગામે આવેલ સ્ટોન ક્વોરી બંધ કરાવવા લોકો એકત્ર થઈ કલેકટરને રજૂઆત કરી

0

  • કસવાવમાં ક્વોરી બંધ કરવા ઘેરીયાવાવ, કસવાવ અને ઉમર કચ્છ ત્રણ ગામોના લોકોની રજૂઆત


વ્યારા ના કસવાવ ગામે આવેલ સ્ટોન ક્વોરી બંધ કરાવવા ઘેરીયાવાવ, કસવાવ અને ઉમર કચ્છ ગામના લોકો એકત્ર થઈ વ્યારા ખાતે કલેકટર કચેરીએ આવી લેખિતમાં રજૂઆત કરી કસવાવ ગામે સ્ટોન ક્વોરી થતી વિવિધ સમસ્યાઓ ની તાપી જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી અને ભૂસ્તર અધિકારીને પણ સમગ્ર બાબત અંગે જાણ કરી પ્રશ્નોના નિરાકરણ માટે આવેદન આપ્યું હતું.સ્ટોન ક્વોરી માં થતા વિસ્ફોટ ને લઈને ગ્રામજનોના જીવનું જોખમ હોવાનો ગ્રામજનોનો આક્ષેપ ગ્રામજનો એ કર્યો હતો.


કસવાવ ગામે સ્ટોન કવોરી બાબતે અગાઉ ઘેરીયાવાવ ,કસવાવ અને ઉમરકચ્છ ગામના લોકોએ વિરોધ કર્યો હતો અને જેને લઈને ઘર્ષણ પણ ઊભા થયા હતા. જે કવોરી ફરી ચાલુ રહેતા ક્વોરીમાં થતા બ્લાસ્ટ ને લઈને મકાનો ને નુકશાની સાથે ગ્રામજનોના જીવનું જોખમ હોવાનો ગ્રામજનોનો આક્ષેપ સાથે પંથક ના બોર કુવા ના પાણી સુકાઈ રહ્યા હોવાનો પણ કર્યો આક્ષેપ તંત્રમાં વારંવાર રજૂઆત કરવા છતાં ક્વોરી બંધ ન કરાતા ગ્રામજનો જાતે ભેગા મળી ક્વોરી બંધ કરાવશે અને તેની સંપૂર્ણ જવાબદારી તંત્ર ની રહશે તેવી ચીમકી ઉચ્ચારી. મુદ્દે અગાઉ પણ ગામમાં ઘર્ષણ થયું હતું અને મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. રોજ ફરી ગ્રામજનો ક્વોરી ના મુદ્દે તાપી જિલ્લા કલેકટર અને તાપી જિલ્લા ભૂસ્તર અધિકારીને રજૂઆત કરી પ્રશ્નોના નિરાકરણની માગ કરી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top