તાપી જીલ્લાનાં વડુ મથક વ્યારાના રેલ્વે સ્ટેશન ખાતે ૩ એક્ષપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવ્યુ. આજ રોજ બારડોલી લોકસભાના સાંસદશ્રી પ્રભુભાઇ વસાવા, રાષ્ટ્રીય કક્ષાની પેસેન્જર એમિનીટીઝ કમિટીના સભ્ય છોટુભાઈ પાટીલ વ્યારા નગર પાલિકાનાં પ્રમુખ શ્રીમતી સેજલબેન રાણા, રેલ્વે સ્ટેશનના વિકાસ અને આયોજન માટે રેલ્વે સલાહકાર સમિતિના સભ્યો, વ્યારા નગર પાલિકાના સભ્ય અને રેલ્વે કર્મચારીઓની હાજરીમાં ખાનદેશી એક્ષપ્રેસ ટ્રેનને ૧૦.૧૫ કલાકે બારડોલી લોકસભાના સાંસદશ્રી પ્રભુભાઇ વસાવા અને રાષ્ટ્રીય કક્ષાની પેસેન્જર એમિનીટીઝ કમિટીના સભ્ય છોટુભાઈ પાટીલ દ્રારા લીલી ઝંડી આપીને ટ્રેનને રવાના કરવામાં આવી હતી.
વ્યારા રેલ્વે સ્ટેશનને ખાનદેશી એક્ષપ્રેસ ટ્રેન સાથે બીજી બે ટ્રોનનો સ્ટોપેજની ફાળવણી કરવામાં આવી છે. ખાનદેશી એક્ષપ્રેસ ટ્રેન બુસાવેલથી બ્રાંન્દ્રા મંગળવાર,ગુરૂવાર અને રવિવાર વ્યારાથી સમય સવારે ૬.૧૫ કલાકે ટ્રેન સ્ટોપેજ રહેશે, જ્યારે બ્રાંન્દ્રાથી બુસાવેલ મંગળવાર,ગુરૂવાર અને રવિવાર વ્યારાથી રાત્રે ૨૨.૧૪ ટ્રેન સ્ટોપેજ રહેશે. વધુમાં બીજી બે ટ્રેનો ઉતર ભારત માટે હમસફર એક્ષપ્રેસ ટ્રેન વ્યારથી પટના અને ઉધના એક્ષપ્રેસ ટ્રેન વ્યારાથી બનારસ માટે ટ્રેન સ્ટોપેજ રહેશે. પટના જવા માટે હમસફર એક્ષપ્રેસ ટ્રેન વ્યારથી દર સોમવારે રાત્રે ૧૨.૦૦ કલાકે, અને ઉધના એક્ષપ્રેસ ટ્રેન વ્યારાથી બનારસ જવા માટે દર શુક્રવારે રાત્રે ૯.૧૫ કલાકે ટ્રેન સ્ટોપેજ રહેશે. આ ટ્રેનનો સ્ટોપેજ ચાલુ કરતા હવે તાપી જીલ્લામાં યુપી, બિહારથી આવેલા કર્મચારીઓ, કામદારો અને અનેક પરીવારોને ફાયદો થશે.
.png)

.png)