વ્યારા:શંકર ફળિયાના બાળકોએ રેલી યોજી કલેકટરને રજૂઆત કરતા વિસ્તારમાં લાઈટો પુનઃ ચાલુ કરાઈ

0
વ્યારા નગરના શંકર ફળિયામા મોટા પાયે કરવામાં આવેલા ડિમોલેશન બાદ 70થી વધુ પરિવારો બેઘર બન્યા હતા. જે બાદ નજીકની વસ્તીમાં ઘણા પરિવારો હજુ વસી રહ્યા છે. ડિમોલેશન બાદ તે વસ્તીમાંથી સ્ટ્રીટ લાઈટના પોલ ઉપરથી લાઈટો કાઢી લેવામાં આવી હતી. જે બાબતે ગતરોજ શંકર ફળિયાના બાળકોએ રેલી યોજી કલેકટરને રજૂઆત કરતા આજરોજ આ વિસ્તારમાં લાઈટો પુનઃ ચાલુ કરાઈ હતી.


વ્યારા નગરમાં એક મોર્ચા સંગઠન અધ્યક્ષ રોમેલ સુતરિયા, સ્થાનિક આગેવાનો એડવોકેટ જીમી પટેલ, એડવોકેટ નિતિન પ્રધાન, અખિલભાઈ ચૌધરી સાથે મળીને Slum Regulations & Rehabilitation act 2010 અંતર્ગત મુખ્યમંત્રી આવાસનો લાભ મેળવવા રજૂઆત કરી રહ્યા છે. બેઘર પરિવારોના બાળકોએ મોર્ચો સંભાળી તાપી કલેકટર સમક્ષ ચિત્ર કલાથી લાગણીઓ વ્યક્ત કરતા પેન્ટિંગ બનાવી રજૂઆત કરી હતી.

બાળકો કલેકટર કચેરી ખાતે પહોંચી હક અધિકાર માટે રજૂઆત કરી હતી. તંત્ર તેમજ કલેકટર પણ અચંબિત થઈ ગયા હતા. કલેકટર દ્વારા બાળકો પાસેથી ફુલ હાથમાં સ્વીકારવાની જગ્યાએ ટેબલ ઉપર મુકાવ્યા હતા. પરંતુ આગેવાનો સાથેની વાતચીત શનિવાર સુધી દરેક પ્રશ્નોનું નિરાંકરણ કરવા કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું હતું. પરિણામ સ્વરૂપ શંકર ફળિયામાં સ્ટ્રીટ લાઈટો લગાવતા બાળકોને રાહત થઈ હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top