- યુવતીના હાથ પર રાઘુ નામનું છુંદણું
વાલોડ તાલુકાના કણજોડ ખાતેથી પસાર થતી પુર્ણા નદીના ચેકડેમ પર ગતરોજ સાંજે પાણીમાં તરતી એક લાશ હોવાનું ગામમાં વાયુવેગે વાત પ્રસરી ગઈ હતી. આ બાબતે ગામના સરપંચ દ્વારા વાલોડ પોલીસને જાણ કરવામાં આવી હતી. ગતરોજ સાંજે વાલોડ પોલીસે આ લાશ બાબતે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ગ્રામજનો અને ફાયર બ્રિગેડ દ્વારા લાશને પાણીમાંથી બહાર કાઢવાના પ્રયત્નો આદર્યા હતા, પરંતુ પુર્ણા નદીનો પાણીનું સ્તર છલોછલ ભરેલું હોય અને અંધારામાં પાણીના વમણમાં લાશ હાથમાં આવતી ન હતી. લાશ વમળમાં ગોળ ગોળ ફરતી હોવાથી બહાર કાઢવામાં સફળતા મળી ન હતી.
આજે સવારે ફરીથી ગ્રામજનોએ પ્રયાસ આદર્યા હતા. પરંતુ તેમને સફળતા મળી ન હતી એ જ અરસામાં વ્યારા ફાયર બિગ્રેડના જવાનોએ બપોરે 12:30 કલાકે યુવતીની લાશ કાઢવામાં સફળતા મળી હતી. અજાણી યુવતી આશરે 25 થી 30 વર્ષની હોવાનું હાલ જણાય આવેલ છે. વાલોડ પોલીસે આજુબાજુના ગામોમાં યુવતી ગુમ થઈ હોવાનું જાણ કરી હતી. યુવતીના હાથ પર રાધુ નામનો છુંદણું છે અને લવનો ચિન્હ કોતરવામાં આવ્યો છે. યુવતીના જમણા હાથના કાંડે સ્ટીલનું કડું પહેરેલું હતું. પ્રાથમિક તપાસમાં યુવતી બે દિવસ પહેલા પાણીમાં ડૂબી હોવાનું તારણ છે.

.jpeg)

.png)