સુરતમાં રાજ્યકક્ષાની યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. સુરતમાં વહેલી સવારથી વાય જંક્શન પર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં 1.45 લાખ લોકો યોગ કરવા માટે એકઠા થયા હતા. જેમાં એક વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો. 1.45થી પણ વધારે લોકોએ એકસાથે યોગા કર્યા હતા.
સુરતમાં 125 બ્લોકમાં 1.45 લાખ લોકોએ યોગ કર્યા
સુરત શહેરના વાય જંક્શનથી પાર્લે પોઇન્ટ અને બીજી બાજુ વાય જંક્શનથી બ્રેડ લાઇનર સર્કલ સુધી લોકોએ પોતાની મેટ પર જુદાં જુદાં યોગાસન કર્યાં હતાં. આ માટે 125 બ્લોક બનાવાયા, એક બ્લોકમાં એક હજાર લોકોનો સમાવેશ થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક બ્લોકમાં એક સ્ટેજ અને એક એલઈડી લગાવાઈ હતી. જેના કારણે મુખ્ય સ્ટેજનું પ્રસારણ જોઈ શકાય.
2.26 લાખથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું
આ કાર્યક્રમ 12 કિમીના રસ્તા પર યોજાયો હતો. આ બંને રસ્તા આઇકોનિક રોડ છે. 1 લાખ 25 હજાર લોકો એકસાથે યોગ કરી ગિનિસ બુક ઓફ રેકોર્ડ માટે એપ્રોચ કર્યો હતો. આ કાર્યક્રમ માટે 2 લાખ 26 હજારથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. નેધરલેન્ડથી આવેલા બે વિદેશી નાગરિક પણ યોગ દિવસની ઉજવણીમાં સામેલ થયા હતા. સુરત 12 કિલોમીટર વિસ્તારમાં 1.45 લાખથી પણ વધુ લોકો હાજર રહ્યા હતા. ક્યુઆર કોડથી દરેક લોકોની ગણતરી કરાઈ હતી.
.png)


.png)