બુધવારે મીંઢોળા નદી પરનો ત્રણ વર્ષથી બનતો નવો લો લેવલ પુલનું લોકાર્પણ પહેલા જ સ્લેબ વચ્ચેથી તૂટી પડવાની ઘટના બાદ જિલ્લા અને રાજ્યના બાંધકામ વિભાગના અધિકારીઓ સ્થળ પર આવી તપાસ શરૂ કરી છે. ગાંધીનગરની એક ટીમ સ્થળ પરથી પુલની ચકાસણી શરૂ કરી છે. પુલના વપરાયેલ માલ સામાનની ગુણવત્તાની ચકાસણી માટે નમુનાઓ લઈ કાર્યવાહી કરી હતી.
ગુરુવારે આ ઘટનામાં જવાબદાર એવા માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સહિત ત્રણ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરતની અક્ષય કન્સ્ટ્રક્શન એજન્સીએ બનાવેલ વાલોડના દેગામા ગામનો લો લેવલ પુલના ગડર તૂટી જતા બંને તરફનો સ્લેબ તૂટીને નદીમાં પડી જવાની ઘટનાને પગલે તાપી જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તથા ગાંધીનગરથી આવેલ ટીમના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા.
પુલની કામગીરીમાં વપરાયેલ માલસામાનની તપાસ કરી હતી. બાંધકામ સ્થળની મટીરીયલમાં સ્ટીલ અને સામાનની ગુણવત્તા બાબતે સ્થળ પરથી નમૂના પણ લેવામાં આવ્યા છે. જે આધારે આગળની કાર્યવાહી થઈ શકશે. સવારથી બે હિટાચી મશીન સાથે તૂટી પડેલ પુલના કન્સ્ટ્રક્શનને તોડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી. આ ઘટનામાં નિષ્ણાંતોની મદદ લઈને પણ તપાસ કરવામાં આવશે, જે અંગેનો રિપોર્ટ સરકારમાં કરવામાં આવશે. તાપી જિલ્લા માર્ગ મકાન વિભાગના ડી.ઇ. ધર્મેશ પટેલના જણાવ્યા મુજબ હાલ તપાસ ચાલુ હોય, હું હાલ કશું કહી શકું તેમ નથી.
પુલની કામગીરીના નમુના લેવાયા
પુલની કામગીરીમાં બાંધકામ વિભાગના અધિકારીઓએ સ્થળ પર મુલાકાત લઈને પુલની કામગીરીમાં જરૂરી નમૂના ભેગા કરી કેટલી ગુણવત્તા છે, તે માટે વડોદરા ખાતે નમૂના મોકલવાની કામગીરી કરી હતી. સ્થળ તપાસમાં નમૂનાઓની તપાસ કરી, માલની ગુણવત્તામાં કે પુલની ડિઝાઇનનાં કામમાં કોઈ ખામી રહી હતી તે અંગે માહિતી બહાર આવશે.
ગુરુવારે આ ઘટનામાં જવાબદાર એવા માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સહિત ત્રણ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરતની અક્ષય કન્સ્ટ્રક્શન એજન્સીએ બનાવેલ વાલોડના દેગામા ગામનો લો લેવલ પુલના ગડર તૂટી જતા બંને તરફનો સ્લેબ તૂટીને નદીમાં પડી જવાની ઘટનાને પગલે તાપી જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તથા ગાંધીનગરથી આવેલ ટીમના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. પુલની કામગીરીમાં વપરાયેલ માલસામાનની તપાસ કરી હતી. બાંધકામ સ્થળની મટીરીયલમાં સ્ટીલ અને સામાનની ગુણવત્તા બાબતે સ્થળ પરથી નમૂના પણ લેવામાં આવ્યા છે. જે આધારે આગળની કાર્યવાહી થઈ શકશે. સવારથી બે હિટાચી મશીન સાથે તૂટી પડેલ પુલના કન્સ્ટ્રક્શનને તોડવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી. આ ઘટનામાં નિષ્ણાંતોની મદદ લઈને પણ તપાસ કરવામાં આવશે, જે અંગેનો રિપોર્ટ સરકારમાં કરવામાં આવશે. તાપી જિલ્લા માર્ગ મકાન વિભાગના ડી.ઇ. ધર્મેશ પટેલના જણાવ્યા મુજબ હાલ તપાસ ચાલુ હોય, હું હાલ કશું કહી શકું તેમ નથી. અક્ષય કન્સટ્રક્શન... તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. હાલમાં દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી અને વલસાડ જિલ્લામાં નાના મોટા પંદર જેટલા બ્રિજ અને બોક્સ ડ્રેનેજની કામગીરી કરી રહી છે. આ એજન્સી અગાઉથી જ વિવાદોમાં રહેલી છે. એજન્સીના એક પણ કામો સમય મર્યાદામાં પૂર્ણ થતાં નથી અને કામગીરીની ગુણવત્તા બાબતે પણ અગાઉ પ્રશ્નો ઊભા થતાં રહ્યા છે. આ એજન્સીએ પલસાણા તાલુકાનાં અંત્રોલી જતાં ઓવિયાણ રોડ પર ખાડીના પુલનું નિર્માણ તેમજ આ ખાડી પર હરીપુરા અને વરેલી વચ્ચેના પુલના નિર્માણનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો. પરંતુ સમયઅવધિ પૂર્ણ થવા છતાં કામગીરી શરૂ કરી ન હતી. આવા સમયમાં ભારે વિવાદ વચ્ચે સ્થાનિક નેતા અને અધિકારીઓએ માંડ માંડ પેટા એજન્સી પાસે આ પુલોની કામગીરી પૂર્ણ કરાવી હતી. હાલમાં આ એજન્સી ઓલપાડ, માંગરોળ, વલસાડના ધરમપુર ઉપરાંત તાપી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં પંદર જેટલા કામો કરી રહી છે. જ્યારે આ કામોની ગુણવત્તા અંગે તપાસ હાથ ધરાય તે જરૂરી બન્યું છે. કેતન પટેલ... છે, પરંતુ પોલીસ હજુ ચોક્કસ નિર્ણય પર આવી નથી ત્યારે કેતન પટેલના સમર્થકો મલેકપોર ખાતે એકત્રિત થયા હતા અને હાલમાં ચાલી રહેલા વિવાદમાં જવાબદાર સામે કાર્યવાહી થાય તે માટે ચર્ચા વિચારણા કર્યા બાદ હાજર સમર્થકો કેતન પટેલ પાસે પહોંચ્યા હતા અને સમગ્ર પ્રકરણમાં જવાબદાર સામે પોલીસ કાર્યવાહી કરે તે માટે લડત લડી લેવાનો નીર્ધાર વ્યકત કર્યો હતો અને જરૂર જણાય તો પોલીસને પણ વધુ એકવાર લેખિત રજૂઆત કરવાનું નક્કી કરાયું છે.


.png)