ભાવનગર : ડમીકાંડમાં ભાવનગર પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી

0
ગુજરાતના વ્યાપક ડમીકાંડમાં ભાવનગર પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી હતી. ભાવનગર પોલીસે ડમીકાંડમાં પ્રકાશ લાધવા અને હરદેવ લાધવા નામના બે યુવકોની ધરપકડ કરી હતી. બંન્ને ડમી ઉમેદવાર સરકારી નોકરી કરી રહ્યા છે.





ધરપકડ કરાયેલા બંન્ને શખ્સોએ 2017માં ડમી તરીકે પરીક્ષા આપી હોવાનો ખુલાસો થયો હતો. પ્રકાશ લાધવા કોર્ટ ક્લાર્ક તરીકે ગીર ગઢડામાં ફરજ બજાવે છે જ્યારે હરદેવ લાધવા દાહોદમાં તલાટી તરીકે ફરજ બજાવે છે. વ્યાપક ડમીકાંડમાં પોલીસે અત્યાર સુધી કુલ 64 લોકોની ધરપકડ કરી છે.

ડમીકાંડની તપાસ કરી રહેલા અધિકારીઓ સામે ઉઠ્યા સવાલ

ભાવનગરમાંથી ઉજાગર થયેલ રાજ્યવ્યાપી ડમીકાંડમાં હજુ પણ મુખ્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ડમીકાંડમાં 36 આરોપીઓ પૈકી 28 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હજી પણ માસ્ટર માઈડ આઠ આરોપીઓ સુધી પોલીસના હાથ પહોંચી શક્યાં નથી. ડમીકાંડની તપાસ ચુસ્ત પડી જતા આરોપીઓને મોકળું મેદાન મળી રહ્યું છે. આરોપીઓને પકડી પાડવા માટે પોલીસે પાસે આજે એટલી આધુનિક સિસ્ટમો છે છતાં આરોપીઓ પોલીસના હાથમાં આવી રહ્યા નથી. ડમીકાંડની તપાસ કરી રહેલ રેન્જ આઈ.જી અને તેમની ટીમ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ભરતનગર પોલીસ મથકમાં 36 આરોપીઓ વિરુદ્ધ ડમી ઉમેદવાર કાંડની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી, ડમી ઉમેદવાર કાંડના મુખ્ય 4 આરોપીઓની જે દિવસે ફરિયાદ નોંધાઇ હતી, તે દિવસે જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં શરદ પનોત, પ્રદીપ બારૈયા, પ્રકાશ ઉર્ફે PK દવે અને બળદેવ રાઠોડ એમ કુલ ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top