વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સુરતે વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. Y-જંકશન પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હાજરીમાં અહીં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. અહીં એકસાથે અંદાજે દોઢ લાખ જેટલા લોકોએ યોગ કર્યા.
વહેલી સવારે 4 વાગ્યાથી જ સુરતીઓ અહીં પહોંચી રહ્યા હતા. સુરતીઓ માટે 250 સ્ક્રીન મૂકવામાં આવી છે. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના નેતાઓ હાજર રહ્યા. એક સાથે અંદાજે દોઢ લાખથી વધુ લોકો યોગ કરતાં ગિનેસ બૂકમાં રેકોર્ડ નોંધાશે.
.png)


.png)