મેઘરાજા: દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

0

રાજ્યમાં 30 તારીખ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું છે. ત્યારે રાજ્યમાં 30 તારીખ સુધી વરસાદ રહેશે. આજે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહેશે.આજે અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદરમાં વરસાદની આગાહી છે. સાથે જ રાજકોટ, સુરેન્દ્રનગર, નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુરમાં વરસાદની સંભાવના છે.તેવામાં મહત્વનું છે કે હવામાન વિભાગે વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top