વ્યારા ખાતે સુગરના નાણા મળે અને અન્ય પ્રશ્નો માટે આગેવાનોએ માહિતી આપી,રિટાયર્ડ IAS તેમજ IPSની નિમણૂંક થશે
વ્યારા સુગર ફેકટરીની છેલ્લા 15 વર્ષના અહેવાલો તથા ઓડિટની રાજ્યપાલની અધ્યક્ષતામાં SITની રચના કરી રિટાયર્ડ IAS તેમજ IPSની નિમણૂંક કરી તપાસ કરાવવામાં આવે જેથી ચોર પકડાશે અને સરકાર આદિવાસીઓની સુગર ફેકટરી મજબૂત કરવા આપતી સહાયથી ખરેખર ફેક્ટરી મજબૂત કરી શકાય અને ચોરો પાસેથી નાણાં વસૂલ કરી ખેડૂતોની શેરડીના નાણાં તેમને પરત કરી શકાય. એમ aksm નાં આગેવાન રોમલ સુતરીયાએ જણાવાયું હતું.
વ્યારા સુગર બાબતે એ કે એસ.એમના આગેવાન રોમેલ સુતરીયા અને અન્ય સ્થાનિક આગેવાનોની અધ્યક્ષમાં વ્યારા ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં રોમેલ સુતરિયા એ જણાવ્યું હતું કે ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી. માં 31000 ટન શેરડી વેચનાર આદિવાસી સભાસદોને તેમના નાણાં ના ચુકવી છેતરપિંડી, આર્થિક નુક્સાની પહોંચાડવામાં આવ્યું છે. જે મામલે તાપી જિલ્લાના આગેવાનો અને ભૂતકાળમાં પણ આદિવાસી ખેડૂતો માટે ચળવળ કરનાર રોમેલ સુતરિયા દ્વારા ભુતકાળમાં 93000 ટન શેરડીનું કૌભાંડ તથા વર્તમાનમાં વ્યારા સુગર ફેકટરીની સ્થિતિ તેમજ આદિવાસી ખેડૂતો દ્વારા 31000 ટન શેરડી આપવા છતા ખેડૂતોને નાણાં કેમ મળેલ નથી તેની તપાસ કરતાં જાણવા મળ્યું છે કે 11000 ટન શેરડીમાંથી વ્યારા સુગર ફેકટરીને અંદાજે 100 ટન શેરડી ઉપર 120 કિલો ખાંડનું ઉત્પાદન થવું જોઈતું હતું તેની જગ્યાએ માત્ર 12 કિલો ખાંડનું ઉત્પાદન પ્રતિ 100 ટન શેરડીએ થયેલ છે.
20,000 ટન શેરડી વલસાડ, કાંઠા , સલથાણ , મહુવા , દાદરિયા સુગર ફેકટરીમાં આપવામાં આવી હતી. બાકીની 11000 ટન શેરડીનું પીલાણ વ્યારા સુગર ખાતે કરવામાં આવ્યું હોવાનું મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું છે.
સહકારી માળખાએ સભાસદોને તેમજ જિલ્લા રજીસ્ટ્રાર સમક્ષ વાર્ષિક અહેવાલ રજૂ કરવાનો થાય છે જે બહાર આવતા કૌભાંડ કરનારા પકડાય જવાની બીકે ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી ના સભાસદ પણ ના હોય તેવા કસ્ટોડિયન કમિટીમાં બેઠેલા આગેવાનોના ઈશારે 6 મહિનાની વધુ મુદત અહેવાલ રજૂ કરવા સમય માંગી લેવાયો છે.
ભૂતકાળમાં 93000 ટન શેરડી અને 31,000 ટન શેરડીના નાણાં ખેડૂત સભાસદોને ના આપી કૌભાંડ કરી સરકારી સહાયનો કૌભાંડ છુપાવવા દુરઉપયોગ અટકાવી ખેડૂતો સાથે કરવામાં આવી રહેલી છેતરપિંડી કરનારાઓની સામે કાયદેસર કાર્યવાહી કરી આદિવાસી ખેડૂતોની શેરડી ચોરીના નાણાંની વસૂલાત કરી ખેડૂતો ને પાછા અપાવવા પાંચમી અનુસુચિત વિસ્તારોમાં તાપી જિલ્લો આવતો હોય રાજ્યપાલના અધ્યક્ષતામાં SIT તપાસની આગેવાનોએ માંગ કરતા આદિવાસી ખેડૂતોમાં આશા અને કૌભાંડીઓમાં ફફડાટનો માહોલ બન્યો હોવાની વાતે જોર પકડ્યું છે.



.png)