ભારતીય જનતા પાર્ટી (BJP) અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે MCD ચૂંટણીમાં ગળાકાપ લડાઈ થઈ રહી હતી કારણ કે બંને પક્ષો દર થોડી મિનિટોમાં વારાફરથી આગળ નીકળતી જોવા મળી હતી. જો કે, હવે એવું લાગે છે કે રાષ્ટ્રીય રાજધાનીમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો સ્પષ્ટ વિજય થયો છે.
તાજેતરના સત્તાવાર ECI ડેટા મુજબ, AAPએ 134 બેઠકો જીતી છે અને 2 જ્યારે ભાજપે 104 બેઠકો જીતી છે. ઉપરાંત કોંગ્રેસે 9 બેઠકો અને અપક્ષે 3 સીટો જીતી છે.
એક્ઝિટ પોલ્સે આમ આદમી પાર્ટી માટે ભારે જીતની આગાહી કરી હતી અને કહ્યું હતું કે AAP ભાજપના 15 વર્ષ જૂના ગઢને તોડશે. વિવિધ એક્ઝિટ પોલ્સે આગાહી કરી હતી કે AAP 150+ બેઠકો જીતવામાં સફળ રહેશે.
4 ડિસેમ્બરના રોજ યોજાયેલ મતદાનમાં, દિલ્હીની MCD ચૂંટણીમાં 50.48 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણીને ઉભરતી પ્રતિસ્પર્ધી AAP, ખાતરીપૂર્વકની ભાજપ અને લડાઈમાં આશાવાદી છતાં ક્યાંય પણ ન દેખાતી કોંગ્રેસ, વચ્ચે ત્રિ-કોણીય સ્પર્ધા તરીકે જોવામાં આવી હતી. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)માં 250 વોર્ડ છે અને આ ચૂંટણીમાં 1,349 ઉમેદવારો મેદાનમાં હતા. એક્ઝિટ પોલને ખોટા સાબિત કરીને ભાજપે આપને મજબૂત લડત આપી હતી.


.png)