સુરતના ગોડાદરામાં શોર્ટસર્કિટથી સિટી બસમાં આગ ભભૂકી, મુસાફરો સલામત, કોઈ જાનહાનિ નહિ

0
સુરતના ગોડાદરા વિસ્તારમાંથી પસાર થતી સિટી બસમાં શોર્ટસર્કિટ થતાં આગ લાગી હતી. આગ લાગતાં જ મુસાફરોને બસમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. આગની આ ઘટનામાં બસ સંપૂર્ણપણે બળીને ખાક થઇ જવા પામી હતી, જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.



બસમાં આગથી અફરાતફરી
સુરતના ગોડાદરા વિસ્તારમાંથી પસાર થતી બ્લૂ કલરની સિટી બસ [GJ05BX 3225]માં આગ લાગી હતી. એને લઈને ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. બસ ગોડાદરાથી ચોકબજાર જઈ રહી હતી. એ વેળાએ શોર્ટસર્કિટ થતાં બસમાં આગ લાગી હતી. બસમાં આગ લાગતાં જ મુસાફરોને ઉતારી દેવામાં આવ્યા હતા. જોકે પળભરમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.



બસ બળીને ખાક
આગની આ ઘટનામાં બસ સંપૂર્ણપણે બળીને ખાક થઇ ગઈ હતી. તો બીજી તરફ આ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગે આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવી લીધો હતો, પરંતુ ત્યાં સુધીમાં બસ બળીને ખાક થઇ ગઈ હતી.

શોર્ટસર્કિટથી આગનું પ્રાથમિક તારણ
ફાયર વિભાગે જણાવ્યું હતું કે સવારે બસમાં આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આગમાં બસ બળીને ખાખ થઈ ગઈ હતી. બસના એન્જિનમાં શોર્ટસર્કિટ થયા બાદ આગ લાગ્યાનું અનુમાન છે તેમજ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ના હતી. બીજી તરફ બનાવની જાણ થતાં ત્યાં પોલીસકાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top