તાપી જિલ્લામાં ડાંગરનું મબલખ ઉત્પાદન વ્યારાAPMC માં રોજ 1000 ગુણની આવક

0
  • વ્યારાના માર્કેટ યાર્ડમાં એક મહિનાની અંદર જ 30000 ગુણી ડાંગર નાંખતા ખેડૂતો

વ્યારા નગરમાં આવેલી માર્કેટ યાર્ડ દિવાળીમાં 05 દિવસનું મીની વેકેશન બાદ લાભ પાંચમના દિવસથી યાર્ડ રાબેતા મુજબ શરૂ થાય છે. જેના એક મહિનામાં રોજ ના અંદાજિત સરેરાશ 1000 ગુણી ડાંગરની આવક શરૂ થતાં એક મહિના માં અંદાજિત 30000 ગુણી ડાંગરની આવક જોવા મળી છે. સાથે અન્ય ખેત પેદાશો મગફડી, સોયાબીન, ચણાની આવક શરૂ થઇ જતા ખેતીવાડી માર્કેટના ચહલપહલ વધી હતી. સાથે ખેડૂતો ,વેપારીઓમાં માટે એક ખરીદ વેચાણનું એક સારું માધ્યમ બની ગયું છે

તાપી જિલ્લા ખાતે ચોમાસુ સારુ રહ્યું હતું તેમજ તાપી જિલ્લા ખાતે પિયત જમીન હોય આ વિસ્તાર માં ડાંગર નું વાવેતર વધુ કરાયું હતું. દિવાળી બાદ ખેડૂતો ડાંગરની કાપણી શરૂ કરી દીધી હતી. આ વર્ષે ડાંગરનું પુષ્કળ ઉત્પાદન થયું છે. ત્યારે વ્યારા નગર ના માર્કેટિંગ યાર્ડમાં લાભ પાંચમ ના દિવસે 100 જેટલી ગુણીના આવક બાદ રોજે રોજ ગુણી ડાંગર ની આવક થઈ હતી.

ધીમે ધીમે રોજ ના સરેરાશ 1000 જેટલી ગુણીઓ આવક શરૂ થઇ જતાં એપીએમસીમાં ખેડૂતો અને વેપારીઓની ખરીદ વેચાણ પ્રવૃત્તિમાં ખૂબ જ વધારો થઈ ગયો હતો .એક કિવન્ટલ નો અંદાજિત સરેરાશ રાસ ભાવ પણ 1650 રૂપિયા જેટલો રહ્યા હતા.અને 20 કિલો નો રાસ અંદાજિત ભાવ 335થી 340 જેટલો રહ્યો હતો આ ઉપરાંત માર્કેટ યાર્ડમાં ભીંડા, શાકભાજી સહિતના કઠોળની પણ સારી આવક જોવા મળી હતી.

ઘર આંગણે જ ડાંગરનું વેચણ શક્ય બનતા નાના ખડૂતોને ભારે રાહત
તાપી જિલ્લામાં નાના ખેડૂતોનું પ્રમાણ વધારે હોય છે નાના ખેતરો દ્વારા ક્યારામાં ઓછા પ્રમાણમાં ડાંગર બનાવતા હોય છે જેને લઈને ક્યારેક એક ગુણી ડાંગર અથવા બે ગુણી ડાંગર પણ નીકળતો હોય છે આવા સમયે ખેડૂતોએ વેચવા માટે અન્ય સ્થળે જવું પડતું નથી નગર માં આવેલ માર્કેટ યાર્ડમાં આવે ત્યાં સરળતા થી તેમ ડાંગરની વેચાણ કરી શકતા હોવાથી નાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની ગયું છે.

મગફળી સોયાબીન અને ચણાની આવક પણ શરૂ
વ્યારા એપીએમસી માં ડાંગર ની આવક સાથે અન્ય પાકોના પણ વેચાણ થાય છે હાલ સીઝન પ્રમાણે મગફળી સોયાબીન ચણા સહિત પાકોના રોજની 500 કિલો થી વધુ આવક શરૂ થઈ ગઈ છે.

પ્રથમ તબક્કામાં ખેત પેદાશોની સારી આવક
વ્યારામાં સીઝનના પ્રથમ તબબકામાં ડાંગર સહિત અન્ય ખેત પેદાશોની સારી આવક જોવા મળે છે. વ્યારા એપીએમસીમાં ખેડૂતો અને વેપારીઓ માટે ખરીદ વેચાણ સરળતાથી થઈ રહ્યું છે. રોબીન ગામીત, ઇન્ચાર્જ સેક્રેટરી એપીએમસી વ્યારા

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top