વ્યારા નગરપાલિકા દ્વારા વ્યારા નગરની મન કામેશ્વર સ્મશાન ભૂમિમાં દબાણ કરાયુ હોવાની નોટિસ ફટકારી તાત્કાલિક દબાણ દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવાનો વિષય નગરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે વ્યારા નગરમાં કેટલાય દબાણો જે તે પરિસ્થિતિમાં યથાવત છે. બીજી તરફ નગરપાલિકાને સ્પેશિયલ કેસમાં સ્મશાન ભૂમિ નજરે પડી જતા જાગૃત નગરજનોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
વ્યારા પાલિકા વિસ્તાર કેટલાય દબાણ કરાયા હોવા છતાં મુક પ્રેક્ષક બનેલી નગરપાલિકાએ એકાએક જાગૃતતા દાખવી હતી. વ્યારા નગરના કેટલાય દબાણો યથાવત અને જુના કેસને યથાવત રાખી સ્પેશિયલ કેસમાં સ્મશાન ભૂમિ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. વ્યારા પાલિકાની હદમાં કરેલા દબણો સામે આંખ આડા કાન કરી જાહેર હીતમાં લોક ઉપયોગી એવા સ્મશાન ભૂમી પાછળ માત્ર અસામાજિક તત્વોના ત્રાસ ઓછો કરવા માટે એક લોખંડનો દરવાજો દબાણની જગ્યામાં બનાવ્યો હોવાનું ટ્રસ્ટના પ્રમુખે જણાવ્યું
અસામાજિક તત્વોના ત્રાસ દૂર કરવા ગેટ બનાવ્યો છે
વ્યારા નગરમાં આવેલા મનકામેશ્વર સ્મશાન ભૂમિમાં વિવિધ રીનોવેશનના કામગીરી ચાલી રહી છે. જેમાં નગરપાલિકા દ્વારા પણ વિવિધ કામો કરી અપાયા છે હાલ એક સ્થળ પર આ અસામાજિક તત્વોના ત્રાસ દૂર કરવા માટે એક ગેટ બનાવ્યો હતો, જે દબાણ વાળી જગ્યામાં હોવાની શક્યતા છે. > ડાયાભાઈ પટેલ, પ્રમુખ, મનકામેશ્વર સ્મશાન ભૂમિ ટ્રસ્ટ



.png)