વ્યારામાં મહિનો માત્ર એક જ ટાઈમ પાણીનું વિતરણ, નહેર બંધ થવાથી 40 લાખ લીટર જ પાણી મળશે

News 16
0
ઉકાઈથી પસાર મુખ્ય નહેર 30 દિવસ માટે બંધ કરવાથી, પાણીનો પુરવઠો બંધ રહશે, જેની અસર વિવિધ ગામોને તો થશે, સૌથી વધુ અસર વ્યારા નગરજનોને થશે. વ્યારા નગરપાલિકાને પાણીનો જથ્થો નહી મળવાના કારણે 28 તારીખથી એક માસ સુધી એક જ ટાઇમ પાણી આપવામાં આવશે. જેને લઇ વ્યારા નગરજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. પાલિકાએ વૈકલ્પિક આયોજન કરી રહી છે. નગરમાં પાણીની અછતની સમસ્યા નહી સર્જાય. લોકોને ઓછી મુશ્કેલી ન પડે એ દિશામાં આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સમસ્યા વર્ષોથી નગરજનો સહન કરતા આવ્યા હોવા છતાં, હજુ સુધી શાસકો પાણીની સમસ્યાનો કાયમી નિરાકરણ લાવવામાં અસમર્થ રહ્યા છે.



તાજેતરમાં ઉકાઈ ડાબાકાંઠાની નહેરમાં અંદાજિત 30 જાન્યુઆરી સુધી માટે પાણીનો પુરવઠો બંધ રાખવાનું નક્કી કરાયું છે, જેના પગલે નહેર બંધ થવાના કારણે ખેડૂતોની મુશ્કેલી વધશે. સાથે સૌથી મોટી અસર વ્યારા નગરજનોને થશે. જેનું કારણ નગરપાલિકા રોજના બે ટાઇમ મળી 80 લાખ લિટર પાણીનું વિતરણ કરતી હતી, જે આજથી એક ટાઇમ જ પાણીનું વિતરણ કરવાનું નક્કી કર્યું છે. 40 લાખ લીટરનો કાપ મૂકવામાં આવતા નગરજનો શિયાળાની ઠંડીની સીઝનમાં ઉનાળોનો અહેસાસ કરવાનો વારો આવ્યો છે.

અગાઉ પણ આવી પરિસ્થિતિમાં વ્યારા નગરપાલિકાએ આયોજનો કરી પીવાનું પાણી પૂરું પાડ્યું હતું. જોકે, તે સમયે પૂરતા દબાણથી પાણી નહીં આવતા કેટલાક વિસ્તારોમાં પાણીની તકલીફ ઉભી થઇ હતી. આ વખત વ્યારા પાલિકાએ તાપી બલ્ક અને કાકરાપાર કેનાલ પરથી પાણી લેવાનું આયોજન શરૂ કર્યું છે.

જોકે, નગરજનોને પાણીની એક માસ સુધી તકલીફ રહેશે. ગૃહિણીઓની સ્થિતિ ખરાબ થશે. પાણી એક સમયે જ છોડવા સાથે પૂરતા દબાણથી અમુક વિસ્તારમાં નહીં પહોચે, એવા વિસ્તારના નગરજનોની હાલત કપરી બની જશે. પાણીનો સ્ટોક કરવા ગૃહિણીઓ વિચારવાનું શરૂ કર્યું છે.

નગરમાંથી મીંઢોળા નદી પણ વહેતી હોય, ભવિષ્યમાં નગરજનોને ધ્યાનમાં રાખી પાણીની તકલીફ નહી રહે, એ માટે આયોજન કરવાની જરૂર છે. ઘણી વખત આ પ્રશ્ન ઉદભવતો હોવા છતાં, અધિકારીઓ કે પદાધિકારીઓએ કાયમી નિરાકરણ હજુ લાવી શકયા નથી.

પાલિકા નહેરના પાણીને લિફ્ટ કરીને વિતરણ વ્યવસ્થા કરે છે
વ્યારા પાલિકા વર્ષોથી નહેરનું પાણી લિફ્ટ કરી, વ્યારા નગરજનોને બે ટાઈમ પીવાનું પાણી પૂરું પાડે છે. હાલ નહેર બંધ થવાના કારણે પાલિકાને પાણીજથ્થો મળતો બંધ થશે. પાલિકા અન્ય સ્થળેથી પાણી લિફ્ટ કરી નગરજનો ને એક ટાઈમ પીવાનું પાણીનો જથ્થો પૂરું પાડશે.નગરજનોને પડતી પાણીની મુશ્કેલી માટે પાલિકા કાકરાપારથી અને હાલ નગર પાસેથી પસાર થતી તાપી બલ્ક પાણીની લાઈનમાંથી લિફ્ટ કરીને પાણીનો જથ્થો મેળવશે, અને નગરજનોને પીવાના પાણીની સુવિધા પુરી પાડશે.

10 જેટલા ટેન્કર સ્ટેન્ડ બાય રખાયા છે
વ્યારા નગરપાલિકા હસ્તક નળ કનેક્શનમાં એક ટાઈમ પાણી આપવાની એક મહિના સુધીની પરિસ્થિતિને લઈને જો કોઈ વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી આવશે અથવા પાણીની ઇમરજન્સી જરૂરિયાત ઊભી થશે તો નગરપાલિકાએ આ વર્ષે 10 ટેન્કરોને પાણી સાથે સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવ્યા છે.

ખાસ કરી ગૃહિણીઓની ચિંતા વધી
હાલ પાણી જ્યાંથી મળતું તે સ્થળે પાણી બંધ થવાના પગલે પાલિકા અન્ય વૈકલ્પિક સ્થળોએ પાણી મેળવીને નગરજનોને એક ટાઈમ એટલે કે 40 લાખ લીટર પાણીનો પુરવઠો આપવાનો પ્રયત્ન કર્યો છે.જોકેપાણીએકટાઈમઆવના ના કારણેનગરજનો અને ખાસ કરી ગૃહિણીઓની ચિંતા વધી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top