વડાપ્રધાન મોદીના માતાનું નિધન, હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

0
વડાપ્રધાનની માતા હીરાબાનું નિધન થયુ છે. હીરાબાએ યુ,એન મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી માતા હીરાબાના નિધનની જાણકારી આપી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વિટમાં લખ્યુ હતુ કે શાનદાર શતાબ્દી કા ઇશ્વર ચરણો મેં વિરામ..માં મેં મૈને હંમેશા ઉસ ત્રિમૂર્તિ કી અનુુભૂતિ કી હૈ, જિસમે એક તપસ્વી યાત્રા, નિષ્કામ કર્મયાગી કા પ્રતીક ઔર મૂલ્યોં કે પ્રતિ પ્રતિબદ્ધ જીવન સમાહિત રહા હૈ



અન્ય એક ટ્વિટમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે મેં જબ ઉનસે 100વે જન્મદિન પર મિલા તો ઉન્હોને એક બાત કહી થી, જો હંમેશા યાદ રહતી હૈ કિ કામ કરો બુદ્ધિથી, જીવન જીવો શુદ્ધિથી યાનિ કામ કરો બુદ્ધિ સે ઔર જીવન જિયો શુદ્ધિ સે।

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરા બા જૂનમાં જ 100 વર્ષના થયા હતા. હીરા બાના 100મા જન્મદિવસે પીએમ મોદી તેમને મળવા ગાંધીનગર આવ્યા હતા. આ દરમિયાન તેમણે મા હીરા બાના આશીર્વાદ લીધા હતા અને તેમની પૂજા પણ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતાના પગ ધોયા અને શાલ ભેટમાં આપી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top