રેલવે સ્ટેશન નજીક ઉભેલી ખાલી સિટી બસમાં અચાનક લાગી આગ લાગતા નાસભાગ મચી

News 16
0
સુરત મહાનગરપાલિકા સંચાલિત વધુ એક સિટી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સુરત રેલ્વે સ્ટેશન નજીક સિટી બસ સ્ટેશન પાસે ઊભેલી બસમાં અચાનક આગ લાગી હતી. અચાનક સિટી બસ ભડભડ સળગી ઉઠતા અફડા તફડી જેવો માહોલ સર્જાઈ ગયો હતો. ઘટનાની જાણ ફાયરને કરાઈ હતી.ત્યારબાદ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આ ઘટનામાં સમગ્ર બસ બળીને ખાક થઈ ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.


વધુ એક સિટી બસ ભડભડ સળગી
સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. છેલ્લા અનેક દિવસોથી સમયાંતરે સિટી બસમાં આગ લાગવાની ઘટના બની રહી છે. આ સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. આજે વધુ એક સિટી બસ ભડભડ સળગી ઊઠી છે. સુરત રેલ્વે સ્ટેશન પાસે સીટી બસ સ્ટેન્ડ નજીક અચાનક જ સિટી બસમાં આગ લાગી ઉઠી હતી. બસમાં આગ લાગતા અહીં નાસભાગ મચી ગઈ હતી.

ઉભેલી સીટી બસમાં અચાનક આગ
સુરત રેલ્વે સ્ટેશન ખાતે સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસનું મુખ્ય બસ સ્ટેશન આવેલું છે. ત્યારે અહીં સિટી બસ સ્ટેશન પાસે પાર્ક કરીને ઊભેલી સિટી બસમાં અચાનક જ આગ લાગી ઉઠી હતી. બસમાં આગ કયા કારણોસર લાગી તે તો જાણી શકાયું નથી. પરંતુ ઊભેલી બસમાં અચાનક આગ લાગતા સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

બસમાં આગ લાગતા મચી નાસભાગ
સુરત રેલ્વે સ્ટેશન ખાતે નો આ વિસ્તાર લોકોથી અને વાહનોની અવરજવર સાથે ખૂબ જ ભરચક વાળો વિસ્તાર છે. ત્યારે આ વિસ્તારમાં પાર્ક કરેલી ઉભેલી સિટી બસમાં અચાનક આગ લાગી ઉઠતા અહીં નાસભાગ મચી ગઈ હતી. સિટી બસમાં લાગેલી આગે મોટું સ્વરૂપ ધારણ કરી લેતા અહીં અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો.

ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ
સિટી બસમાં આગ લાગી હોવાની ઘટનાની જાણ સુરત ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેને લઇ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. જોકે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ સમગ્ર બસ આગની જ તીવ્ર ચપેટમાં આવી જતા ભડભડ સળગી ઊઠી હતી. ફાયર ની ટીમ ઘટના પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં આગને કાબૂમાં લઈ લીધી હતી. પરંતુ આ કાબૂમાં આવે તે પહેલા સમગ્ર બસ બળીને ખાક થઈ ગઈ હતી. જોકે આ બસ પાર્ક કરીને ઉભી હોવાથી તેમાં કોઈપણ પ્રકારના પેસેન્જર ન હતા. જેને લઇ સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિના સમાચાર મળ્યા નથી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top