વ્યારા થી માંડવીને જોડતા રસ્તા પર બન્ને સાઈડ ઝાડી-ઝાખરા કારણે વાહન ચાલકો પરેશાન

News 16
0

વ્યારા થી માંડવીને જોડતા રસ્તા પર બન્ને સાઈડ ઝાડી-ઝાખરા કારણે  વાહન ચાલકો અને રાહદારીઓ ને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. આ બાબતે વ્યારા તાલુકા ના ગામો દ્રાર રસ્તા ની દશા સુધારવા માંગ ઉઠી છે.


વ્યારા અને માંડવીને જોડતા માર્ગ પર અનેક ગામ આવેલા હોવાથી મોટે ભાગ નો વ્યવહાર વ્યારા શહેર સાથે ચાલે છે. ખેડૂત વર્ગો શાકભાજી  વેચાણ માટે વ્યારા જવા માટે આ માર્ગનો ઉપરોગ મોટે ભાગે કરતા હોય છે. માંડવી અને વ્યારા તાલુકાના ગામો રતનીયા, ઘાટા ,કાટીસકુવાદૂર,ડુંગરગામ, ભાનાવાડી અને કટાસવાણ થી વ્યારા સુધી જવા માટે આ માર્ગનો ઉપયોગ કરે છે. અને સેંકડો ની સંખ્યામાં નોકરિયાતો અને વિદ્યાર્થીઓ અને ખેડૂતો દરરોજ અપ ડાઉન કરતાં હોય છે.


જો કે ગામ ને વ્યારા નગર સુધી ને જોડતો વાયા રતનીયા, ઘાટા ,કાટીસકુવાદૂર,ડુંગરગામ, ભાનાવાડી અને કટાસવાણનો રસ્તો હાલમાં ઝાડી-ઝાખરા રસ્તાની બંને બાજુ આવી જવાથી વહાન ચાલકો પરેશાન થઈ રહ્યા છે.  તેમાં પણ. ખાસ કરી ને રાત્રી ના સમયે પસાર થતાં ટુ વ્હીલર જેવાં નાના વાહનના ચાલકો અંધારાં ના કારણે રસ્તાના બંને બાજુ ઝાડી-ઝાખરા કારણે અકસ્માત નો ભોગ બની રહ્યા છે.




રસ્તો ગામોના વિકાસ માટે અગત્યનો ગણાતો હોવા છતાં આ રસ્તો ઘણા સમય થી ઝાડી-ઝાખરા સાફ કરવામાં ન આવતા જેથી ગામ નો વિકાસ પણ રૂંધાય રહ્યો છે એમ કહેવાય તો ખોટું નથી. આ બાબતે ગ્રામજનો દ્રારા એ તંત્રએ કામગીરી કરે એવી માંગ ઉઠી રહી છે.  

અગાઉ પણ વ્યારા તાલુકાના ઘાટા ગામે અકસ્માતમાં બેનો  ભોગ  લીધો હતો. અને આ રસ્તા પર  ઘણીવાર નાના-મોટા અકસ્માત નો ભોગ બની રહ્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top