વ્યારા તાલુકાના ઘાટા ગામે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, મળતી માહિતી અનુસાર એક બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત થયુ હતુ.
વ્યારા તાલુકાના ઘાટા ગામે વ્યારા-માંડવી જોડતા માર્ગ પર આજ તા.૨૧-૧૦-૨૦૨૨ ના રોજ સાંજે ૫.૪૫ કલાકે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. હીરો હોન્ડા બાઈક નંબર જીજે-5-જીએસ, 9016, બે બાઇક સવારમાંથી એકનું ઘટના સ્થળ પર જ મોત થયુ હતુ. અને બીજાનું ગંભરી ઇર્જા થતા જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે ખસેડવામાં આવ્યા છે. ટ્રક ચાલક અકસ્માત થતા જ ટ્રક લઈને ભાગી ગયા હતા.
જાણ મુજબ બે બાઇક સવાર સુરત જીલ્લાના માંડવી તાલુકા રૂપણ ગામના વતની છે. આગળની કાર્યવાહી પોલીસ દ્રારા કરવામાં આવી રહી છે.




.png)