PM મોદી આજે મોરબી જશે, ઈજાગ્રસ્તો અને મૃતકના પરિવારને મળશે

News 16
0
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોરબીની મુલાકાત લેશે. વડાપ્રધાન દુર્ઘટનાસ્થળની મુલાકાત બાદ ઈજાગ્રસ્તો અને મૃતકના પરિવારને મળશે. વડાપ્રધાન મોદીનો આજનો અમદાવાદનો રોડ શો પણ કરી દેવામાં આવ્યો છે.




વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે તેઓ દુર્ઘટનાસ્થળની મુલાકાત લેશે અને પીડિતો અને તેમના પરિવારજનો સાથે મુલાકાત કરશે.મોરબીમાં બનેલી ગોઝારી ઘટનાને લઈને પીએમ મોદીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાતના મુખ્ય સચિવ અને DGP સહિત રાજ્યના ગૃહ વિભાગ અને ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધિકારીઓ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top