પંજાબના CM ભગવંત માનનો દેવગઢ બારિયામાં રોડશો, મોટી સંખ્યામાં કાર્યકર્તા જોડાયા

News 16
0
વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થતા જ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે. ત્યારે આજે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને દાહોદના લીમખેડા અને દેવગઢ બારિયા ખાતે રોડ- શો યોજ્યો હતો. લીમખેડા અને દેવગઢ બારિયા બેઠક ભાજપનો ગઢ ગણાય છે. જ્યાં આમ આદમી પાર્ટી તરફથી પ્રચાર પર જોર મૂકાયું છે. ભગવંત માનના રોડ- શોમાં મોટી સંખ્યામાં AAPના કાર્યકર્તાઓ જોડાયા હતાં.



આ રોડ- શો બાદ લીમખેડાના શાસ્ત્રી ચોકમાં પંજાબના મુખ્યમંત્રીએ લોકોને એકવાર આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કરવા અપીલ કરી હતી. આ સાથે જ ભાજપ પર પણ આકરા પ્રહાર કર્યા હતા. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આરોપ લગાવ્યો કે 8 ડિસેમ્બરના રોજ પેપર નહીં પણ ફટાકડા ફૂટવાના છે. ભાજપ સરકાર મોંઘવારી ડામવામાં અને રોજગારી આપવામાં નિષ્ફળ નિવડ્યાનો પણ આરોપ તેમણે લગાવ્યો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top