પંજાબ પોલીસે સંગરુરમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નિવાસસ્થાન તરફ કૂચ કરી રહેલા મજૂર સંઘના કાર્યકરો પર લાઠીચાર્જ કર્યો હતો. કાર્યકર્તાઓ તેમની વિવિધ માંગણીઓને લઈને વિરોધ દર્શાવતા મુખ્યમંત્રી આવાસ તરફ જઈ રહ્યા હતા.
સાંઝા મઝદૂર મોરચાના ખેડૂતોએ આજે પંજાબના સંગરુરમાં મુખ્યમંત્રી ભગવંત માનના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેઓ લઘુત્તમ દૈનિક વેતન વધારીને રૂ.700 કરવાની માંગ કરી રહ્યા હતા. વિરોધીઓ મનરેગા હેઠળ ખેત મજૂરોના લઘુત્તમ દૈનિક વેતનમાં વધારો કરવાની માંગ કરી રહ્યા હતા. આ વિરોધ દરમિયાન પોલીસે કાર્યકરો પર લાઠીચાર્જ કરી તેમને અલગ કર્યા હતા. સંગરુરમાં મુખ્યમંત્રી ભગવંત માનના આવાસની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
પોલીસે અનેક ખેડૂતોની અટકાયત કરી હતી
ખેડૂતોએ રસ્તામાં ટ્રકો મૂકી દીધી હતી અને રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસ જવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ખેડૂતો અને પોલીસ વચ્ચે કોઈ વાત ન બનતા લાઠીચાર્જ કરીને રસ્તો ખુલ્લો કરવાની સાથે ટ્રકોને હટાવવામાં આવ્યો હતો. પોલીસે અનેક ખેડૂતોની અટકાયત પણ કરી છે. લાઠીચાર્જમાં અનેક ખેડૂતોને ઈજા પણ પહોંચી છે. તે જ સમયે, પોલીસનું કહેવું છે કે તેમની પાસે લાઠીચાર્જ કરવા સિવાય કોઈ ઉપાય ન હતો.


.png)