આવતીકાલે પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર યોજાનારી ચૂંટણીમાં 19 જિલ્લામાં કુલ 788 ઉમેદવારો મેદાનમાં
ચૂંટણી પંચ દ્વારા મતદારો અંગેની માહિતી, ફરિયાદ વ્હિલ ચેર સહિતની ડિજિટલ સુવિધા ઉભી કરાઈ

ગુજરાત વિધાનસભી ચૂંટણીના અવસર વચ્ચે ગઈકાલે પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે, તો આવતીકાલે મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી તેમના લોક લાડીલા ઉમેદવારને મત આપશે. પ્રથમ તબક્કા હેઠળ પહેલી ડિસેમ્બરે મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં કુલ 89 બેઠકોનો સમાવેશ થાય છે. તો બીજા તબક્કામાં 93 બેઠકો પર ચૂંટણીનો સંગ્રામ જોવા મળશે. અહીં તમને જાણવા મળશે કે, કઈ બેઠક પર કયા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે ? ભાજપના ઉમેદવાર કયા, કોંગ્રેસના ઉમેદવાર કોણ અને આમ આદમી પાર્ટીએ કયા ઉમેદવારને ઉભા રાખ્યા છે ? તમારા મતવિસ્તારમાં મતદાન પહેલી ડિસેમ્બરે છે કે પાંચમી ડિસેમ્બરે ? આ તમામ બાબતો અંગે જાણીએ સંપૂર્ણ વિગત...
પ્રથમ તબક્કામાં આ બેઠકો પર મતદાન યોજાશે
અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર, દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા, મોરબી, ટંકારા, વાંકાનેર, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય, જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી, કાલાવડ, જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા, પોરબંદર, કુતિયાણા, માણાવદર, જુનાગઢ, વિસાવદર, કેશોદ, માંગરોળ, સોમનાથ, તલાલા, કોડીનાર, ઉના, ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા, મહુવા, તળાજા, ગારીયાધાર, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ગઢડા, બોટાદ, નાંદોદ, દેડિયાપાડા, જંબુસર, વાગરા, ઝગડિયા, ભરૂચ, અંકલેશ્વર, ઓલપાડ, માંગરોળ, માંડવી, કામરેજ, સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કારંજ, લિંબાયત, ઉધના, મજુરા, કતારગામ, સુરત પશ્ચિમ, ચોર્યાસી, બારડોલી, મહુવા, વ્યારા, નિઝર, ડાંગ, જલાલપોર, નવસારી, ગણદેવી, વાંસદા, ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા, ઉમરગામ
1 ડિસેમ્બરે કયા જિલ્લાઓમાં ચૂંટણી યોજાશે?
પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, અને વલસાડ જિલ્લામાં મતદાન થશે. એટલે કે પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતની ચૂંટણી પૂર્ણ થઈ જશે.
પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર ચૂંટણી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં પ્રથમ તબક્કામાં 19 જિલ્લાઓમાં યોજાનાર 89 બેઠકો માટે કુલ બે કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. આ કુલ મતદારોમાં 1 કરોડ 24 લાખ 33 હજાર 362 પુરૂષ મતદારો, 1 કરોડ 15 લાખ 42 હજાર 811 મહિલા મતદારો સામેલ છે. સર્વિસ વોટરોની સંખ્યાની વાત કરીએ તો કુલ 27 હજાર 877 સર્વિસ વોટરનો સમાવેશ છે. સર્વિસ વોટર હેઠળ પ્રથમ તબક્કામાં 9 હજાર 371 પુરૂષ અને 235 મહિલા મતદારો મળી 9 હજાર 606 સર્વિસ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. પ્રથમ તબક્કામાં 3 હજાર 331 મતદાન મથક સ્થળો પર 9,014 મતદાન મથકો આવેલા છે.

.png)