
મળતી માહિતી અનુસાર, મુંબઈ ટ્રાફિક પોલીસને મોકલેલા ઓડિયો મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે, દાઉદ ઈબ્રાહિમે મુશ્તાક અહેમદ અને મુશ્તાક નામના બે આતંકીઓને પ્રધાનમંત્રીને મારવાની સોપારી આપી છે. આ મામલે વર્લી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવામાં આવી છે અને મેસેજ મોકલનારની શોધખોળ કરવામાં આવી રહી છે.
દાઉદ ઈબ્રાહીમ ભારતનો ભાગેડુ ગુનેગાર છે. 1992ના મુંબઈ વિસ્ફોટના સંબંધમાં સુરક્ષા એજન્સીઓ તેને શોધી રહી છે.
PMને ઓગસ્ટમાં પણ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ વર્ષે ઓગસ્ટમાં પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. તે સમયે એક ઈ-મેલ મોકલવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે આતંકવાદીઓના સ્લીપર સેલમાં સામેલ 20 લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારવા માટે તૈયાર છે. ઈ-મેલમાં કહેવામાં આવ્યું હતું કે આ સ્લીપર સેલ પાસે 20 કિલો આરડીએક્સ છે. ઈ-મેલ મોકલનારએ એવો પણ દાવો કર્યો હતો કે તેના આતંકવાદીઓ સાથે સંબંધ છે. ઈ-મેલમાં કહેવામાં આવ્યું છે કે તે આ ષડયંત્રના ખુલાસાથી બચવા માટે આત્મહત્યા કરી રહ્યો છે.
4 વર્ષ પહેલા રાજીવ ગાંધીની જેમ હત્યાની ધમકીઓ
જૂન 2018માં, પોલીસે પૂણેની કોર્ટમાં એક પત્ર રજૂ કર્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે માઓવાદીઓ રાજીવ ગાંધીની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે. પુણેની વિશેષ અદાલતમાં સરકારી વકીલે આ માહિતી આપી હતી. ત્યારે પોલીસે દાવો કર્યો હતો કે જાન્યુઆરીમાં ભીમા-કોરેગાંવમાં હિંસાના સંબંધમાં પાંચ લોકોની ધરપકડ બાદ આ માહિતી સામે આવી હતી.
આ પત્ર દિલ્હીના મુનિરકા સ્થિત ફ્લેટમાંથી મળી આવ્યો હતો
તે સમયે એક પત્ર પણ મળી આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, જે કેસના એક આરોપી રોના જેકબ વિલ્સનના દિલ્હીના મુનિરકા ફ્લેટમાંથી મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, 'કોમરેડ પ્રકાશ'ને સંબોધિત પત્રમાં બિહાર અને પશ્ચિમ બંગાળમાં હાર છતાં 15થી વધુ રાજ્યોમાં ભાજપની જીત પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, "જો આ જ ગતિ ચાલુ રહેશે તો પાર્ટી ચારે બાજુથી મુશ્કેલીમાં મુકાઈ જશે. કોમરેડ કિશન અને કેટલાક અન્ય વરિષ્ઠ સાથીઓએ મોદી રાજને ખતમ કરવા માટે નક્કર પગલાં સૂચવ્યા છે. બીજી ઘટના વિશે વિચારી રહ્યા છીએ.