સુરતના નવી સિવિલ હોસ્પિટલમાંથી બાળકને ચોરનાર મહિલા આરોપીની ખટોદરા પોલીસે ધરપકડ કરી લીઘી છે. આ મહિલા સુરતના કડોદરા જોલવા ગામ ખાતેથી ઝડપાઇ હતી. પૂછપરછ દરમિયાન તેમણે પોલીસને આ ચોંકાવનારૂ કારણ જણાવ્યું હતું,

સુરતની નવી સિવિ હોસ્પિટલમાં એક મહિલા બાળકની ચોરી કરીને નાસી ગઇ હતી, જો કે ખટોદરા પોલીસને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. સુરતના કડોદરા જોલવા ગામ ખાતેથી મહિલા ઝડપાઇ હતી. ખટોદરા પોલીસે મહિલાને યુક્તિ પૂર્વક ઝડપી પાડી હતી.મહિલાએ ચોરેલા બાળક માટે મેડિકલ સ્ટોર માં ડાયપર લેવા આવી હતી આ સમય દરમિયાન વોચ રાખીને પોલીસે ઝડપી પાડી છે. આરોપી મહિલાની પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે, મહિલાને બાળકો થતા ન હતા એટલે બાળકની ચોરી કરી હતી. આરોપી મહિલાને 2 મહિના પહેલા મિસ કેરેજ થયું હતું એટલે તે દુઃખી હતી. પોતે સંતાન સુખ ન પામી શકતા, આ રીતે બાળકની ચોરી કરી હતી. જો કે ખટોદરા પોલીસે મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.