તાપ્તી લાઈન ઉપર નંદરબારથી સુરત વચ્ચે સવાર સાંજ પેસેન્જર રેલ સેવા શરૂ કરવામાં આવે તો અંતરિયાળ વિસ્તારના ગામોના લોકો ધંધાર્થે સુરત ખાતે સરળતાથી અવરજવર કરી શકે તે માટે તાપ્તી લાઈન ઉપર સવાર - સાંજ ટ્રેનો શરૂ કરવી જરૂરી છે.
સુરતથી તાપ્તી લાઈન ઉપર પેસેન્જર સેવાઓ આપતી ટ્રેનો શરૂ કરવામાં આવે તો નંદરબાર, ઉચ્છલ, નવાપુર , સોનગઢ, વ્યારા, બારડોલીથી લોકો રેલમાર્ગે સુરત ખાતે ધંધાર્થે આવી રોજી મેળવી શકે તે માટે તાપ્તી લાઈન ઉપર સવાર સાંજ ટ્રેનો શરૂ કરવામાં આવે તો આ ઉપરોક્ત વિસ્તારના લોકો સુરત સુધી પોતાની રોજી રોટી માટે ટ્રેન દ્વારા સરળતાથી અવર-જવર કરી શકે અને પોતાની રોજી રોટી ગુજરાતના આર્થિક પાટનગર એવા સુરતમાંથી મેળવી સાંજે પોતાના ઘરે પરત થઈ શકે તે માટે તાપ્તી લાઈન ઉપર રેલ્વેની ટ્રેનો નવી શરૂ કરવા માટે સુરતના જ રેલવે મંત્રી હોય આ વિસ્તારની જનતા તાપ્તી લાઈન ઉપર રેલ સેવા શરૂ થાય તે માટે આશાઓ સેવી રહી છે,
રેલ્વે મંત્રી આ અંગે યોગ્ય તપાસ કરાવી અને પેસેન્જરની સંખ્યા અંગે પણ સર્વે કરાવી નવી ટ્રેનો શરૂ કરે તે ઇચ્છનીય છે. રેલવે દ્વારા જો આ તાપ્તી લાઈન ઉપર નંદરબાર થી લઇ સુરત સુધી ટ્રેનોની અવર-જવર થાય તો લોકોના પોતાના કામ ધંધા અર્થે સુરત ખાતે સરળતાથી આવી શકે અને રાત્રીના સમય ઘરે પરત થઈ શકે તે માટે લોકોના સુખાકારી માટે રેલવે મંત્રી આ અંગે સરકારમાં રજૂઆત કરી ટ્રેન શરૂ કરાવે એવી માંગ ઉઠી છે, તાપ્તી લાઈન ઉપર મોટેભાગે ગુડઝ ટ્રેનો પસાર થાય છે,
ડબલ ટ્રેક કરવામાં આવ્યા અને ઇલેક્ટ્રિક લાઈન કરવામાં આવી પરંતુ આ લાઈન ઉપર નંદરબાર થી સુરત સુધીની પેસેન્જરની ટ્રેનો શરૂ થઈ નથી, લોકો વધુ પ્રમાણમાં સુરત ખાતે જોડાઈ કામકાજ માટે આવી શકે તેવી શક્યતાઓ રહી છે. 2017 થી 2022 સુધી દસ્તાન ફાટક પર બની રહેલ ઓવરબ્રિજ પંચ વર્ષીય યોજનાની જેમ મંદ ગતિએ કામગીરી ચાલી રહી છે જેના કારણે રોજે રોજ હજારો મુસાફર જનતા પરેશાન થઈ રહી છે તે બાબતે પણ રેલ મંત્રી તાત્કાલિક અંગત રસ લઇ ઓવર બ્રિજ માટે કોઈક પગલાં લે તેના પર સૌની મીટ મંડાયેલી છે.