ભાજપે ઉમેદવારોની યાદી કરી જાહેર, જુઓ કોને મળ્યું સ્થાન, કોનું કપાયું પત્તું

0

 




  1. ભુપેન્દ્ર પટેલ - ઘાટલોડિયાહર્ષ સંઘવી - મજુરા
  2. કુમાર કાનાણી - વરાછા
  3. વિનુ મોરડીયા - કતારગામ
  4. સંગીતા પાટીલ - લીંબાયત
  5. કૌશિક વેકરિયા - અમરેલી
  6. કિરીટ સિંહ રાણા - લીંબડી
  7. હાર્દિક પટેલ - વીરમગામ
  8. અલ્પેશ ઠાકોર - ગાંધીનગર દક્ષિણ
  9. રમેશ ટીલાળા - રાજકોટ પશ્ચિમ
  10. રાઘવજી પટેલ - જામનગર ગ્રામ્ય
  11. ગીતાબા જાડેજા - ગોંડલ
  12. બળવંતસિંહ - સિદ્ધપુર
  13. મુકેશ પટેલ - ઓલપાડ
  14. પ્રદ્યુમનસિંહ - અબડાસા
  15. કેશુભાઈ પટેલ - ભુજ
  16. મહેશ્વરી - ગાંધીધામ
  17. ઋષિકેશ પટેલ - વિસનગર
  18. અશ્વિન કોટવાલ - ખેડબ્રહ્મા
  19. જે.વી.કાકડિયા - ધારી

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા આજે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. ગ્રામજનોએ ફટાકડા ફોડી અને ડીજેના તાલ સાથે નાચી ઉઠ્યા હતા અને તેમને અભિનંદન આપ્યા હતા. કૌશિક વેકરિયાએ અમરેલી સહિત પાંચે પાંચ વિધાનસભા ઉપર કમળ ખીલ છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.


ગુજરાતમાં પક્ષ અને ઉમેદવારોના નામ પર કેટલા કરોડનો રમાશે સટ્ટો
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતા રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. આ સાથે કેટલાંક બુકીઓએ પોલીટીકલ સટ્ટાની લાઇન ઓપન કરી છે. જેમાં આજથી ક્યા ઉમેદવારને ટિકિટ મળી શકે છે? તેને લઇ સટ્ટોડિયાઓ પાસે સટ્ટો બુક કરવાનું શરૂ કર્યું છે. આ સટ્ટામાં હાલના મંત્રી મંડળમાં રહેલા ધારાસભ્યોને રિપીટ કરાશે કે નહી? તેમજ ક્યાં સંભવિત નવા ચહેરાને તક મળી શકે છે? તે બાબતો પર સટ્ટો રમાઇ રહ્યો છે.ગુજરાત વિધાનસભાના જંગમાં પ્રથમવાર ઝંપલાવી રહેલી આમ આદમી પાર્ટીને કારણે ગુજરાતમાં રાજકીય ગરમાવો છે. માત્ર કોંગ્રેસને જ નહી પણ ભાજપને પણ આમ આદમી પાર્ટીને મળી રહેલા લોકોના પ્રતિભાવને લીધે ચિંતા છે. ત્યારે આ વિધાનસભાની ચૂંટણીમાં ક્યા પક્ષને કેટલી બેઠકો મળશે? કઇ બેઠકો ગુમાવવી પડશે? હાલના ધારાસભ્યોમાંથી કોની ટિકિટ કપાશે? જેવી બાબતોની ચર્ચા સૌથી વધારે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીધામ, પાલનપુર, મહેસાણાના ઉંઝાના બુકીઓએ રાજકીય સટ્ટાની નવી લાઇન ખોલી છે. જેમા સટ્ટોડિયાઓ માટે સટ્ટાના પ્રથમ રાઉન્ડમાં ક્યા ઉમેદવારની ટિકિટ કપાઇ શકે છે? ક્યા નવા ઉમેદવારને તક મળી શકે છે? તેને લઇને સટ્ટો શરૂ કર્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સટ્ટોડિયાઓ રૂપિયા 100 કરોડથી વધારેનો સટ્ટો રમી શકે છે. બુકીઓ માને છે કે ક્રિકેટના ટ્રેડીશનલ સટ્ટાથી આ સટ્ટો અલગ છે અને તેને રમનારો વર્ગ અલગ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top