વ્યારા: ચીખલવાવમાં વાન અડફેટે મોપેડસવાર યુવકનું મોત

News 16
0
વ્યારા તાલુકાના ગામની સીમમાં ઇકો ગાડી અને એકટીવા વચ્ચે અકસ્માત થતાં એકટીવા ચલાવનાર ચાલકનું ગંભીર ઈજા થતાં તેમને સારવાર માટે સુરત ખસેડાયા હતા, જ્યાં તેમનું ટૂંકી સારવાર બાદ મોતની નીપજ્યુ હતું. બનાવ અંગે વરાછા પોલીસમાં ઝીરો નંબરથી ફરિયાદ નોંધાઈ આગળ તપાસ કાકરાપાર પોલીસે હાથ ધરી છે.વ્યારા તાલુકાના ચીખલવાવ ગામની સીમમાં રહેતા રવિન્દ્રભાઈ મનુભાઈ ગામીત તેના પરિવાર સાથે રહે છે.ગત 27મી તારીખે સાંજે 6:00 કલાકે પોતાની એકટીવા ગાડી લઈને કામકાજ અર્થે નીકળ્યા હતા.


જે દરમિયાન વ્યારા માંડવી રોડ પર ચીખલવાવ ગામની સીમમાં પસાર થતી વેળાએ પૂરપાટ ઝડપે આવતી એક ઇકો ગાડી નંબર gj 26 એબી 2716 ના ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવી દેતા એકટીવા ગાડી સાથે અકસ્માત કરી દીધો હતો, જે ગાડી ચાલક ગાડી મૂકી ભાગી ગયા હતા. બીજી તરફ ઇજાગ્રસ્ત રવિન્દ્રભાઈને માથા તેમજ ડાબા પગે ગંભીર ઈજા થતાં તેમને પ્રાથમિક સારવાર માટે વ્યારા જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાંથી વધુ સારવાર માટે સુરત સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન મરણ નીપજ્યું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top