સુરતમાં આઇસર ચાલકની અડફેટે બે બાળકના મોત નિપજ્યા હતા. અકસ્માતમાં મહિલાને ઘાયલ મહિલાને હોસ્પિટલ ખસેડાઇ હતી
સુરતમાં આઇસર ચાલકની અડફેટે બે બાળકના મોત નિપજ્યા હતા. મળતી જાણકારી અનુસાર, સુરતના ઉધના વિસ્તારમાં આઇસરનો અકસ્માત સર્જાયો હતો. રોડ ક્રોસ કરતી વખતે વિદ્યાર્થીઓને આઇસર ચાલકે અડફેટે લીધા. આઇસર ચાલકે એક મહિલા સહિત 4 બાળકોને કચડ્યા હતા. અકસ્માતમાં બે બાળકના મોત થયા હતા. જ્યારે મહિલા ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં ખસેડાઈ હતી. તો આઇસર ચાલક અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો. ઘટના બાદ આસપાસના સ્થાનિકો રોષે ભરાયા અને આઇસરમાં પણ તોડફોડ કરી હતી.