તાપીજીલ્લાનાં સોનગઢ નગરમાં આજ રોજ સાર્વજનિક હાઇસ્કુલ ખાતે ૩૧૦૦ જેટલા વિધાર્થીઓ અને નગરપાલિકા દ્રારા મતદાર જાગૃતિ રેલી, રન ફોર વોટ, રન ફોર તાપી થીમ આધારે મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યુ.

તાપી જિલ્લા કલેકટર અને જિલ્લા ચુંટણી અધિકારી સુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષ સ્થાને તથા પ્રયોજના વહિવટાદારશ્રી સુશ્રી એ.કે. પરમાર સોનગઢ તાલુકાનાં મામલતદારશ્રી ડી.જે.ઢીંમર તથા નગ્રપાલિકાના ચીફ ઓફિસર શ્રી ધર્મેશ જે ગોહેલ અને માહિતી ખાતાના નિયામકશ્રી તથા તાલુકા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી તથા વિવિધ શાળા, કોલેજના આર્ચાયશ્રીઓના ઉપસ્થિતિમાં કરાયુ હતુ.
મતદાન જાગૃતિ માટે નીકળેલ રેલીમાં રન ફોર વોટના સુત્રોચારથી સોનગઢ નગર ગુંજી ઉઠયુ હતુ. જેનુ સુંદર આયોજન હાથ ધરાયુ હતુ જે રેલી સાર્વજાનિક હાઇસ્કુલથી શિવાજી ચોક થઇને નગરપાલિકાથી શિવાજી ચોક, મરીમાતા રોડ થી ઉકાઇ રોડ થઇને ટ્રાઇબલ સબ પ્લાનની કચેરીથી સાર્વજનિક હાઇસ્કુલ સુધી આયોજન કરવામાં આવ્યુ હતુ.



.png)