ગુજરાત રાજ્ય ના છેક છેવાડે આવેલ નિઝર ઉચ્છલ પંથક માં વિધાનસભા ની ચૂંટણી ને લઈ ને રાજકીય માહોલ સાથે ચૂંટણી પ્રચાર નો રંગ પણ જામ્યો છે.નેતાઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં મતદારો ને રિઝવવા માટે જમણવાર સહિતના આયોજન કરવામાં આવી રહ્યાં છે. પરંતુ આ વિસ્તારમાં મતદારો નું અકળ મૌન રાજકીય નેતાઓ પર ભારી પડતું હોય તેમ કોઈ પાર્ટી કે ઉમેદવાર પોતે જ જીતશે એવું ગેરન્ટી સાથે કહી શકતો નથી.
નિઝર -ઉચ્છલ પંથક નો સમગ્ર વિસ્તાર ઉકાઈ જળાશય બનવા ને કારણે અસરગ્રસ્ત બન્યો હતો જેથી આ વિસ્તારમાં હજી પણ પૂરતા પ્રમાણમાં વિકાસ ના ફળો મળી શક્યા નથી.અહીં તાપી નદી પર વીશાળ કાય ઉકાઈ ડેમ હોવા છતાં સિંચાઇ ની પૂરતા પ્રમાણમાં સગવડ નથી.આ વિસ્તાર ના મોટે ભાગ ના ખેડૂતો ચોમાસું આધારિત ખેતી પર જ નિર્ભર રહેતાં હોય છેવત્યારે તેમને પોતાના વિવિધ ખેતી પાક નો યોગ્ય ભાવ પણ મળતો ન હોવાની ફરિયાદ પણ તેમણે કરી હતી.
નેતાઓના મતદારો ને વિકાસ બાબત ના વાયદા
ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકા ના લોકો પાકા રોડ,રસ્તા,સિંચાઇ અને પીવા ના પાણી જેવી અનેક સમસ્યાઓ ઝઝૂમી રહ્યાં છે.આ વિસ્તાર માં તાપી નદી માંથી મોટા પ્રમાણમાં રેતી કાઢવાના ઉદ્યોગ ધમધમે છે પણ તેનો ફાયદો અન્ય સ્થળેથી અહીં રેતી કાઢવા આવેલ મોટા ગજાના લોકો અને રાજકીય આગેવાનો ને જ થતો હોવાની વાત મતદારો એ જણાવી હતી. ફરી એક વાર હાલ માં વિધાનસભાની ચૂંટણી માથે આવીને ઉભી છે ત્યારે રાજકીય પક્ષ ના ઉમેદવાર અને નેતાઓ મતદારો ને વિકાસ બાબત ના વાયદા કરી રહ્યાં છે.


.png)