સુરતના મહુવામાં રાહુલ ગાંધીની સભા યોજાઇ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ગયું ત્યારેથી કોંગ્રેસના એકશનની રાહ જોવા રહી હતી.જો કે કોંગ્રેસ સાયલન્ટ મોડમાં કામ કરતી હોય તે પ્રકારની ચર્ચાઓ થતી હતી. કોંગ્રેસના કોઈ દિગ્ગજ નેતાઓ ચૂંટણીના જંગમાં ખાસ દેખાતા નહોતા. ત્યારે હવે ચૂંટણીને 10 દિવસ જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતના જંગમાં પ્રથમ વાર દેખાયા છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનવલના પાંચ કાકડામાં રાહુલ ગાંધીની જંગી સભાનું આયોજન થયું હતું. સભામાં રાહુલનું અડધે સુધી ભાષણ ભરતસિંહે અનુવાદ કર્યું હતું.
ભાજપ આદિવાસી સાથે અન્યાય કરે છે
આ દેશ તમારી પાસે લેવામાં આવ્યો છે.બી.જે.પી નાં લોકો તમને આદિવાસી નથી કહેતા તેઓ તમને વનવાસી કહે છે. મતલબ એ તમને જંગલમાં રહેવા વાળા છો એમ કહે છે. એ નથી ઈચ્છતા કે તમે પ્રગતિ કરો.તમારા બાળકો શહેરોમાં રહે. ભણે અને આગળ વધે.તમે માત્ર જંગલમાં રહે તેવો વિચાર ભાજપ વિચારે છે.જંગલ ભાજપ ઉદ્યોગપતિઓને આપી દેશે.ત્યાર પછી તામારા માટે જંગલમાં પણ જગ્યા નહિ રાહેશે. માત્ર 2 કે 3 ઉદ્યોગપતિઓ જ આખું જંગલ લઈ લેશે.તમારા હકો ભાજપ છીનવવા માંગે છે.તમે વનવાસી નથી તમે આદિવાસી છો. આ દેશ તમારો છે. તમારી જમીન અને જંગલ પાછા આપવા માટે બીજેપીની સરકારે કાનૂન લાગુ ન કર્યો.આ ફરક છે તેઓમાં અને અમારામાં.અમે શિક્ષા આપી એમણે નહીં.
બીજેપી એટલે વનવાસી
તમારી પાસે ઓપ્શન છે કોંગ્રેસ આદિવાસી અને ભાજપ વનવાસી. એક તરફ સુખ છે. બીજી તરફ દુઃખ છે. અમે તમારા સપના પૂર્ણ કરીશું. શિક્ષણ,રોજગારી,સ્વાસ્થ્ય આપીશું. અમે તમારો ઈતિહાસ, જીવવાનો હકની રક્ષા કરીશું. આજે મોટી મોટી કોંફરન્સ થાય છે. એન્વાયરમેન્ટની વાત થાય છે. આ નેતાઓ કરતા મારા આદિવાસી ભાઈઓ તમને બધું શીખવી શકે છે. અમે પગમાં ફોલ્લા પડે તો પણ તમારી વાત સાંભળવા પદયાત્રા યોજીએ છીએ. પરંતુ એ લોકો તો હવામાં ઉડી રહ્યાં છે.
કોરોનામાં કોઈ મદદ ન મળી
રાહુલે કહ્યું કે, ગઈકાલે યાત્રામાં રામ નામનો યુવાન મળ્યો, જે યુવાન મને મળીને રડી પડ્યો હતો.તેણે કહ્યું, કોરોનામાં મારુ આખું કુટુંબ ચાલ્યું ગયું. આ દુનિયામાં મારુ કોઈ નથી. હોસ્પિટલમાં ડોક્ટરો સામે હાથ જોડ્યા. પરંતુ તેઓએ મારા પરિવારને બચાવ્યું નથી. હું બેરોજગાર છું. મને કોઈ રસ્તો નથી દેખાતો. આજે મને કોઈ રસ્તો નથી દેખાતો. આદિવાસીઓની જમીન લઈ લેવામાં આવે છે. અમને પૂછ્યા વગર જમીનો ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવે છે.અમારી જમીનનાં પૈસા આપ્યા વિના અમારી મા એવી જમીનને મફતમાં આપી દેવામાં આવે છે.
આદિવાસી સાથે અમારો જૂનો સંબંધ
આદિવાસીઓની સાથે મારો અને મારા પરિવારનો જૂનો સબંધ છે.હું નાનો હતો ત્યારે મારા દાદી ઈન્દીરાએ એક ચોપડી આપી હતી. જે મને સૌથી વધુ પ્રિય હતી. જેમાં ફોટો હતો. મને આદિવાસી વિષે વધુ ખબર નહોતી. એક આદિવાસી બાળક પુસ્તકમાં બધા ફોટો જંગલ વિષે અને એ બાળકના જીવવા વિષે હતી. હું દાદી સાથે આ પુસ્તક વાંચતો.દાદી મને સમજાવતી હતી. એક દિવસ મેં પૂછ્યું દાદી, આ પુસ્તક બહુ ગમે છે. તેણીએ કહ્યું આ પુસ્તક આપણા આદિવાસી વિષે છે. આ હિન્દુસ્તાનના પહેલા અને અસલી માલિક છે.પછી કહ્યું હિન્દુસ્તાનને સમજવું હોય તો આદિવાસીઓના જીવન તેમનો સંબંધ જળ,જંગલ અને જમીનને સમજો..તેણીએ આદિવાસી શબ્દ પ્રયોગ કર્યો મતલબ સૌથી પહેલા અહિં રહેતા હતાં.
યાત્રામાં દેશવાસીઓનું દુઃખ સામે આવ્યું
લોકોના પગમાં છાલા પડી ગયા અને 2 લોકો સ્વર્ગધામ ગયા છતાં આ યાત્રા ચાલુ છે. હું આજે ગુજરાત આવ્યો અને રસ્તો ગુજરાતના ગાંધીજીએ દિશા આપી હતી.ભારત જોડોનું કામ ગુજરાતના ગાંધીજીએ આપ્યું હતું.આ છે ગુજરાતના સંસ્કાર છે.યાત્રામાં આનંદ છે. પરંતુ દુઃખ પણ છે. દુઃખ શા માટે ? ભારત જોડાઈ છે હિંસા નથી તો શેનું દુઃખ. યાત્રામાં સૌ સહકારથી ચાલે છે. ખેડૂતો સાથે, આદિવાસી અને યુવાનોને મળીને દુઃખ થાય છે.ખેડૂતોને વીમો,પોષણક્ષમ ભાવ,દેવું માફ નથી થતું. યુવાનો બેરોજગાર છે.ભણેલો યુવાન આજે મજૂરી કરે છે.
ભારત જોડા યાત્રા પર નીકળ્યા છીએ
કાશમીરથી કન્યાકુમારીની યાત્રા પર નીકળ્યા છે. બે હજાર કિલોમીટર ચાલી લીધુ છે. હવે 1500 કિમી ચાલવાનું બાકી છે. જેમાં લાખો બેરોજગાર, માતા, બહેનો,દલિતો, અલ્પસંખ્યો સહિતના ખેડૂતો સહિતના લોકો ચાલી રહ્યાં છે.સવારે 6 વાગ્યાથી શરુ કરવામાં આવેલી યાત્રા રાત્રે સાંજે 7 વાગ્યે સુધી યાત્રા ચાલુ રહે છે.તમારો ધર્મ શુ છે. તમારી જાતિ શુ છે. કે ભાષા અમે પૂછ્યું નથી આખો સમુદાય મારી સાથે છે.કોઈ પડી જાય અને વાગ્યું હોઈ તો તરત અમે ભેગા થઈને લઈ જઈએ છે. આ લાગણી અને કરુણાની યાત્રા છે.
મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં
કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી આજે પ્રચારમાં જોડાયા છે. ત્યારે રાહુલ ગાંધી આજે પાંચ કાકડા ગામે જાહેર સભામાં પહોંચી રહ્યાં છે. ત્યારે આ સભામાં સુરત જિલ્લાના,નવસારી જિલ્લાના અને ડાંગના ઉમેદવારો માટે તેઓ મત માગી રહ્યાં છે. રાહુલ ગાંધીને સાંભળવા માટે મોટી સંખ્યામાં જંગી મેદની ઉમટી પડી છે.તેઓ કોંગ્રેસના ખેચ,ટોપી તથા ઝંડાઓ સાથે જોવા મળી રહ્યાં છે.
આદિવાસી નૃત્ય સાથે સ્વાગત
દક્ષિણ ગુજરાતના પરંપરાગત આદિવાસી નૃત્ય સાથે રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું છે. સુરત જિલ્લાના મહુવાના અનવલના પાંચ કાકડા ગામે રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી જાહેસભાને સંબોધન કરવા પહોંચ્યા છે. ત્યારે આદિવાસી યુવકો દ્વારા અલગ અલગ નૃત્ય કરવામાં આવ્યાં છે.
પદયાત્રામાંથી આવ્યા
રાહુલ ગાંધી દ્વારા હાલ ભારત જોડા પદયાત્રા યોજવામાં આવી છે. જેમાં રાહુલ ગાંધી દક્ષિણ ભારતમાં પ્રવાસ કરી રહ્યાં હતાં. આ દરમિયાન ગુજરાતની ચૂંટણી હોવાથી રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાત પર પોતાનું વિશેષ ધ્યાન હોવા છતાં આજે ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને તેઓ ગુજરાતમાં મતદારોને રિઝવવા પ્રયાસ કરી રહ્યાં છે.
આદિવાસી પટ્ટામાં વિશેષ ધ્યાન
ગુજરાતમાં આદિવાસી મતદારો કોંગ્રેસના પરંપરાગત મતદારો રહ્યાં છે. ત્યારે આદિવાસી મતદારોને રિઝવવા માટે રાહુલ ગાંધીની સભા સુરતના આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી અને મહુવા તથા આસપાસના વિસ્તારોને જોડીને યોજવામાં આવી છે.