ગુજરાત ચૂંટણીને લઈ કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, જાણો શું-શું કર્યાં વાયદા

0
Congress Manifesto: મિશન 2022 માટે કોંગ્રેસ આજે વચનનામું જાહેર કર્યુ છે.



ગુજરાત વિધાનસભા ચૂંટણીને કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, રઘુ શર્મા, શક્તિસિંહ ગોહિલ અને પ્રદેશ કોંગ્રેસના નેતાઓની હાજરીમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયો છે. ‘બનશે જનતાની સરકાર’ના નામે ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે.

  • ચૂંટણી ઢંઢેરાના મુખ્ય વાતોરાહુલ ગાંધીએ અગાઉ કરેલા વાયદાનો સમાવેશ
  • મફતના સ્થાને અધિકારો પર ભાર
  • સ્થાનિક રોજગારી ઉભી કરવા પર ભાર
  • 300 યુનિટ ફ્રી વીજળી
  • ખેડ્તોને 10 કલાક ફ્રી વીજળી
  • 3 લાખ સુધીનું ખેડૂતોનું દેવું માફ
  • વર્ષે 25 હજારનો ફાયદો કરાવવાનો વાયદો
  • વધુમાં વધુ રોજગારી આપવાનું વચન
  • 500 રૂપિયાના ભાવે ગેસ સિલિન્ડર અપાશે
  • સૈન્ય એકેડેમી ખોલશે
  • કેજીથી પીજી સુધી શૈક્ષણિક ખર્ચ માટે 20 હજાર સુધીની શિષ્યવૃત્તિ
  • સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવા માટે જનતા મેડિકલ સ્ટોરની સુવિધા
  • ખેત પેદાશના પોષણક્ષણ ભાવ માટે ભાવ નિર્ધારણ સમિતિ
  • કામધેનુ ગૌસંવર્ધન યોજના હેઠળ પ્રતિ વર્ષ 1 હજાર કરોડનું બજેટ
  • માછીમારો માટે માછીમાર વિકાસ નિગમની પુનઃ રચના કરાશે
  • શ્રમિકોને સમાનકામ અને સમાન વેતનનો લાભ મળશે
  • પીએફ, ઈએસઆઈ અને બોનસલનો લાભ અપાશે
  • શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં મહિલાઓના નામનુ મળશે ઘરનું ઘર
  • પંચાયતમાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી કાયમી ભરતી કરાશે
  • જાતિ આધારિત વસતી ગણતરી અન કાયમી અનામત આયોગની રચના
  • સંતુલિત ઔદ્યોગિક નીતિ
  • મોટેરા સ્ટેડિયમનું નામ ફરી સરદાર વલ્લભભાઈ સ્ટેડિયમ કરાશે
  • સ્થાનિક સિરામિક ઉદ્યોગ, એન્જિનિયિંગ ઉદ્યોગ,કાપડ અને હીરા ઉદ્યોગ માટે સ્પેશિયલ ક્લસ્ટર
  • પ્રદૂષણ મુક્ત ગુજરાત બનાવીશું
  • બંદરગાહ,ઊર્જા અને ઈન્ફરાસ્ટ્રક્ચર
  • બારમાસી બંદરોનો વિકાસ
  • લંપીથી મૃત્યુ પામેલ ગૌમાતાના કિસ્સામાં વળતર-સહાય આપવામાં આવશે
  • પશુચારો અને ખાણદાણના ભાવ વધારાનું નિયમન કરવામાં આવશે

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top