ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ 11મી યાદી જાહેર કરી છે. જેમાં 12 ઉમેદવારો જાહેર કરાયા છે.
અલ્પેશ કથીરિયાને વરાછાથી ટિકિટ આપવામાં આવી છે. ઓલપાડથી ધાર્મિક માલવિયાને ટિકિટ ફાળવવામાં આવી છે. ગાંધીધામથી બીટી મહેશ્વરી, દાંતાથી એમકે બોંબાડીયા, પાલનપુરનથી રમેશ નાભાણી, કાંકરેજથી મુકેશ ઠક્કર, રાધનપુરથી લાલજી ઠાકોર, મોડાસાથી રાજેન્દ્રસિંગ પરમાર, રાજકોટ ઈસ્ટથી રાહુલ ભુવા, રાજકોટ વેસ્ટથી દિનેશ જોષી, કુતિયાણાથી ભીમાભાઈ મકવાણા, બોટાદથી ઉમેશ મકવાણા, ઓલપાડથી ધાર્મિક માલવિયાને ટિકિટ મળી છે.