જામનગર ઉત્તર -૭૮ વિધાનસભા વિસ્તારની બેઠક પર ભારતના સ્ટાર ક્રિકેટર અને જામનગરના વતની રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા ની પસંદગી કરવામાં આવતાં જામનગરના મહિલા ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
શહેર ભાજપના મધ્યસ્થ કાર્યાલય પાસે આજે ૭૮ વિધાનસભા વિસ્તારના ઉમેદવાર રિવાબા જાડેજા આવી પહોંચ્યા, ત્યારે શહેર ભાજપના અનેક મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, અને તેઓનું કુમકુમ તિલક થી સ્વાગત કરી હાર તોરા કરાયા હતા, અને નારી શક્તિ ના દર્શન જોવા મળ્યા હતા.