તાપી જિલ્લામાં નેશનલ હાઇવે 56ના જમીન સંપાદન સામે વિરોધ દર્શાવવા ખેડૂતોએ વાંધા અરજી આપી

0
તાપી જિલ્લામાંથી પસાર થનાર નેશનલ હાઇવે 56ના સંપાદન સામે વ્યારા અને ડોલવણ તાલુકાના ખેડૂતોએ વાંધા અરજ આપવાનું શરૂ કરી દેવાયું છે. નવસારી જિલ્લામાં અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન અને વલસાડ જિલ્લામાં વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવેમાં જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિમાં બજાર કિંમતે વ્યાજબી વળતર મળે તે માટે વાંધા અરજ કરવામાં આવી, જેને લઇને તાપીમાં જિલ્લામાં 21મી સુધી વાંધા અરજીઓ વધુ પ્રમાણમાં આવવાના સંકેતો ઉભા થઈ રહ્યા છે.


તાપી જિલ્લામાંથી પસાર થનાર નેશનલ હાઇવે નંબર 56 માટે ડોલવણ અને વ્યારા તાલુકાના 21 ગામોના અંદાજિત 1100 ખેડૂતોને અસર કરનારી જમીન સંપાદન કરવામાં આવી છે, તે માટે વ્યારા પ્રાંત અધિકારી દ્વારા તા. 01/11/2022 ના રોજ જાહેરાત આપવામાં આવી છે. આ જાહેરનામું બહાર પડતા હાલ સુધી સાથે જ તાપી જિલ્લા અસરગ્રસ્ત 1100 ખેડૂતો પૈકી 10 જેટલા ખેડૂતોએ વાંધા અરજ આપી દેવાઈ છે. જોકે 21 નવેમ્બર 22 મી સુધી વાંધા અરજીઓ સ્વીકારવામાં આવનાર હોય હજી વાંધા ઉઠાવનાર ખેડૂતોની સંખ્યામાં વધારો થવાની શંકાઓ સેવાઈ રહી છે.

આ માર્ગ ડોલવણ તાલુકાના પાઠકવાડીથી થઇ વ્યારા તાલુકાના કાંજણ થઇ માંડવી રોડ સુધી આવતા 27 ગામોના 1100 ખેડૂતો અસરગ્રસ્ત બનશે, જેને લઇ વાંધા અરજી કરનારા ઈસમો દ્વારા જમીન સંપાદન અધિકારી વ્યારા ને લેખિત રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે અબજો રૂપિયાના ખર્ચે રાષ્ટ્રની પ્રજાની સુવિધા માટે નેશનલ હાઇવે વાઈડીંગ કરાવે છે, ત્યારે તેમના ટેક્નિકલ કન્સલટન્ટ એ જ્યાં જમીન સંપાદન થતું હોય ત્યાંના અસરગ્રસ્ત લોકોના રાઈટ ઓફ ઇઝમેન્ટ સ્થાનિક લોકોને સાથે રાખીને એસેસમેન્ટ કરવાનું હોય છે,

નવસારી જિલ્લામાં અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન અને વલસાડ જિલ્લામાં વડોદરા જિલ્લામાં વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવેમાં જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિમાં બજાર કિંમતે વ્યાજબી કિંમત નક્કી કરી વળતર ચૂકવાયા છે જેમાં વાર્ષિક વધારો કરી વ્યાજબી વળતર વાટાઘાટથી નક્કી કરવામાં આવે જામીનની વાસ્તવિક બજાર કિંમત નક્કી કરી ખેડૂતોની સંમતી મેળવી જમીન સંપાદન પ્રક્રિયા આગળ ચલાવવા સક્ષમ અધિકારી અને પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજેસ્ટ્રેટ તાપી તથા પ્રોજેક્ટ ડાયરેક્ટર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા સુરતને વાંધા અરજીઓ પહોંચાડી યોગ્ય વળતર માટે માંગણીઓ કરવામાં આવી છે.

હાલ 10 અરજી આવી છે
જયેશ પરમાર જમીન સંપાદન મામલતદારના જણાવ્યા મુજબ તાપી જિલ્લામાં હાલ 10 જેટલા ખેડૂતોએ વાંધા અરજી આવી છે તા. 21 મી સુધી વાંધા સ્વીકારવામાં આવશે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top