ડોલવણ : પાઠકવાડી પાસે ટેમ્પોની તાડપત્રી ફાડી 19 લાખના 59 સાડીનાં પાર્સલની ચોરી

0
સુરતથી સાડીના પાર્સલ ભરી નાસિક તરફ જઈ રહેલા એક ટેમ્પો ચાલકે ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામે આવેલી એક હોટલના કમ્પાઉન્ડમાં ટેમ્પો પાર્ક કરી સુઈ ગયો હતો. સવારે ટેમ્પો ચેક કરતા ટેમ્પોના પાછળના ભાગે તાડપત્રીના દોરડા અને તાડપત્રી કાપી તસ્કરો 59 પાર્સલ જેની અંદાજિત 19.97 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.


ડોલવણ પોલીસમાં ગોવિંદભાઈ ભોંયેએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પાર્ટનર ટ્રાન્સપોર્ટના ધંધો કરે છે. સુરતના સારોલી ખાતે તેમનું ટ્રાન્સપોર્ટનું ગોડાઉન આવેલું છે. ગત 16મી ઓકટોબરના રોજ તેમના ભાગીદાર 59 સાડીનાં પાર્સલ ભરેલા એક ટેમ્પો નંબર જીજે 05 બીએક્સ 2667માં ચાલક સુરેશભાઈ સાથે નાસિક માટે મોકલાવ્યા હતા. ટેમ્પો ચાલક સુરતથી સાંજે નીકળી રાત્રે ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામમાં આવેલા સાઈનાથ હોટલના ખુલ્લા મેદાનમાં રાત્રે ટેમ્પો પાર્ક કરી સુઈ ગયા હતા.

બીજા દિવસે સવારે ચાર વાગ્યે ડ્રાઇવરે ઉઠી ટેમ્પો ચેક કરવા જતા ટેમ્પોના પાછળના ભાગે તાડપત્રીની દોરી તૂટી ગઈ હતી અને તાડપત્રી સાઈડ પરથી ફાડી નાખેલી હતી, જેને ચેક કરતા અંદરથી પાર્સલ ચોરી થયા હોવાનું જાણ થતા ડ્રાઇવર સુરેશભાઈ તેમના માલિક ગોવિંદભાઈને જાણ કરી હતી. ગોવિંદભાઈ તાત્કાલિક ડોલવણના સાઈનાથ હોટલ પર આવી ગયા હતા અને ચોરીના બનાવ અંગે માહિતી લીધી હતી.

જોકે જે તે સમયે કેટલો સામાન ભર્યો હોય તેને જાણકારી નહી મળતા માલિક દ્વારા વિવિધ ટ્રાન્સપોર્ટમાંથી પાર્સલોની ખરાઈ કરી અને ગોડાઉનમાં વિવિધ માલ ચેક કર્યા હતા. ત્યારબાદ અલગ અલગ ટેક્સટાઇલ કંપનીના સાડીના 59 પાર્સલો હોવાનું અને જેની કિંમત 19,97,686ની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ ડોલવણ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ વિસ્તારની હોટલમાં પેટ્રોલિંગ જરૂરી
તાપી જિલ્લામાં ટ્રકોની પાછળ તાડપત્રી તોડી ચોરી કરતી ગેંગ સક્રિય થઈ જતા જિલ્લા એલસીબી સહિત સ્થાનિક પોલીસો માટે મુશ્કેલી ભર્યું વાતાવરણ ઊભુ થયું છે. આવા સંજોગોમાં જિલ્લાની હોટલો પર રાત્રી દરમિયાન પોલીસ સઘન દેખરેખ રાખી, ગેંગને વધુ ચોરીઓ કરે તે પહેલા અટકાવવાના પ્રયત્નો શરૂ કર્યા હોવાનું જાણવા મળેલ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top