ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ આજે જાહેર થશે,બપોરે 12 વાગ્યે કેન્દ્રીય ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ

News 16
0
રાજ્યની વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ આજે જાહેર થશે. કેન્દ્રિય ચૂંટણી પંચ આજે બપોરે 12 વાગ્યે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરશે. બપોરે 12 વાગ્યે કેન્દ્રીય ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરશે.રાજ્યમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ શકે છે. 


22થી 24 નવેમ્બર વચ્ચે પ્રથમ તબક્કાનું મતદાન થઇ શકે છે. 4 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાઇ શકે છે. ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતા જ આચાર સંહિતા લાગુ થશે. કોઇ પણ સરકારના સરકારી જાહેરાતો થઇ શકશે નહીં. નેતાઓને મળતી સરકારી ગાડીઓ આજથી પરત ખેંચાઇ જશે. સરકારી જાહેરાતોના હોડિંગ પણ ઉતારી લેવામાં આવશે. સરકારી યોજના કે લોકાર્પણ કે ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાશે નહીં. ચૂંટણી પંચની મંજૂરી વગર કોઇ પણ બદલીઓ થઇ શકશે નહીં.

માનવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં ગત વિધાનસભા ચૂંટણીની જેમ આ વખતે પણ બે તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે. આયોગના સૂત્રોના જણાવ્યા અનુસાર હિમાચલ પ્રદેશ સાથે જ 8 ડિસેમ્બરે મત ગણતરી થઈ શકે છે. નોંધનીય છે કે હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે મતદાન થવાનું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top