TVSના શો-રૂમમાં ભીષણ આગ, કાર અને બાઈક બળીને ખાખ, લોકોમાં અફરાતફરી મચી

0
રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા TVSના શો-રૂમમાં આજે સવારે આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે શો-રૂમમાં કાર અને બાઈક બળીને ખાખ થઈ ગયા હતા. જેને પગલે લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. આગ વધુ પ્રસરે અને વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. હાલ ફાયર બ્રિગેડની બે ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલ આગ ક્યા કારણોસર લાગી છે તે જાણી શકાયું નથી.



શો-રૂમ ભડકે બળ્યો
શહેરના ગોંડલ રોડ પર આવેલા પર TVSનો શો-રૂમ આવેલો છે. આ શો-રૂમમાં વહેલી સવારે અચાનક આગે દેખા દીધી હતી. અને શો-રૂમ માંથી આગના ધૂમાડા નીકળવાનું શરૂ થતાં આજુ-બાજુમાંથી લોકો એકઠા થયા હતા. જોત જોતામાં શો-રૂમ ભડકે બળ્યો હતો અને અંદર કાર તથા બાઈક સહિતનો મુદામાલ સળગી રહ્યો હતો. જેને પગલે સ્થાનિકોમાં ભાગદોડ મચી ગઇ હતી.

લોકોના ટોળાં ઘટના સ્થળે એકઠા થયા

આગે પળવારમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. જેથી દૂર-દૂર સુધી આગના લબકારા દેખાતા લોકોના ટોળાં ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા.આજુ બાજુમાં આવેલી બીજી દુકાનો પણ આગની લપેટમાં આવે તેવી સ્થિતિ સર્જાઇ હતી. હાલ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

7 બાઈક બળીને ખાખ
આજથી 4 મહિના પહેલા ગોંડલમાં બાઈકના શો-રૂમમાં રાત્રિના અચાનક આગ ભભૂકી ઊઠી હતી. મોડી રાત્રીના દુકાનમાંથી ધુમાડા નિકળતા હતા. જેને પગલે ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આ ભીષણ આગમાં 7 બાઈક બળીને ખાખ થઈ જતા મોટું નુકસાન થયું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top