ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને વિવિધ રાજકીય પાર્ટીઓના નેતાઓ પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. જો કે રાજકીય આગેવાનોની સાથે સાથે વિવિધ સમાજના આગેવાનો પણ એક્ટિવ થઈ ગયા છે. પાટીદાર સમાજના જાણીતા આગેવાન નરેશ પટેલ ઘણા સમયથી રાજકારણમાં સક્રિયરીતે એક્ટિવ થવાના એંધાણ આપ્યા હતા. જો કે બાદમાં કોંગ્રેસ સાથે વાત આગળ ન હોવાની વાત સામે આવી હતી.
આ બધી અટકળો વચ્ચે હવે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે પ્રધાનમંત્રી મોદી સાથે દિલ્લી ખાતે મુલાકાત કરતા રાજકારણ ગરમાયું છે. તમને જણાવી દઈએ કે, નરેશ પટેલ સાથે ટ્રસ્ટી રમેશ ટીલાળા અને દિનેશ કુંભાણીએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. જો કે આ મુલાકાત દરમિયાન કોઈ રાજકીય ચર્ચા ન થઇ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. માત્ર શુભેચ્છા મુલાકાત હોવાનો દાવો રમેશ ટીલાળાએ કર્યો છે. જો કે, વિધાનસભાની ચૂંટણીના સમયે નરેશ પટેલની પીએમ મોદી સાથે મુલાકાતના અનેક તર્ક વિતર્કો કાઢવામાં આવી રહ્યા છે.


.png)