ગુજરાત સરકાર અને ગૃહવિભાગ દ્વારા કરાયેલી બદલીઓ અને પોસ્ટિંગ મામલે નોટિસ ફટકારી

News 16
0
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. બીજી તરફ રાજકીય પક્ષોએ જબરદસ્ત પ્રચાર શરૂ કરી દીધો છે. જ્યારે આમ આદમી પાર્ટીએ તો 73 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે પણ ઉમેદવારોની જાહેરાત કરવાની તૈયારીઓ કરી છે. ચૂંટણીને લઈને રાજ્ય સરકાર અને ગૃહવિભાગે અધિકારીઓની બદલીનો ગંજીફો પણ ચીપી નાંખ્યો છે. પોલીસ અધિકારીઓ સહિત અન્ય અધિકારીઓની એક સાથે બદલીઓ કરી દેવામાં આવી છે. ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતના મુખ્ય સચિવ અને રાજ્યના પોલીસ વડા પાસે અધિકારીઓની બદલીઓ અને પોસ્ટીંગ અંગેનો રીપોર્ટ માંગીને નોટીસ આપી છે.



બદલીઓનો રીપોર્ટ સબમીટ નહીં થતાં નોટીસ પાઠવી
ચૂંટણી પંચે ગુજરાતના મુખ્ય સચિવ અને ડીજીપીને નોટિસ પાઠવી છે. નોટીસમાં એવું કહેવામાં આવ્યું છે કે કમિશન દ્વારા નિર્ધારિત શરતો હેઠળ અધિકારીઓની ટ્રાન્સફર-પોસ્ટિંગ સંબંધિત રિપોર્ટ ફાઇલ ન કરવાને કારણે, કમિશને આ નોટિસ મોકલી છે અને તાત્કાલિક રિપોર્ટ માંગ્યો છે. અહેવાલો અનુસાર હવે અધિકારીઓને સ્થિતિ સ્પષ્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે કે આ મામલે નિર્દેશો જારી કરવા છતાં નિર્ધારિત સમય મર્યાદા પૂરી થવા છતાં પાલન અહેવાલ શા માટે સબમિટ કરવામાં આવ્યો નથી.અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ અંગેના પત્રો હિમાચલ પ્રદેશ અને ગુજરાતને મોકલવામાં આવ્યા હતા.

1 જિલ્લામાં 3 વર્ષ ફરજ બજાવનારની બદલીના આદેશ હતાં
હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે મતદાન થશે, જ્યારે ગુજરાતની ચૂંટણીની તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી. કમિશને બંને રાજ્ય સરકારોને ગૃહ જિલ્લામાં પોસ્ટ કરાયેલા અધિકારીઓ અને છેલ્લા ચાર વર્ષમાં એક જિલ્લામાં ત્રણ વર્ષ ગાળ્યા હોય તેવા અધિકારીઓની બદલી કરવાનો નિર્દેશ આપ્યો હતો. અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ અંગેના પત્રો હિમાચલ પ્રદેશ અને ગુજરાતને મોકલવામાં આવ્યા હતા. કમિશને બંને રાજ્ય સરકારોને ગૃહ જિલ્લામાં પોસ્ટ કરાયેલા અધિકારીઓ અને છેલ્લા ચાર વર્ષમાં એક જિલ્લામાં ત્રણ વર્ષ ગાળ્યા હોય તેવા અધિકારીઓની બદલી કરવાનો નિર્દેશ આપ્યો હતો.

76 DySPની એક સાથે બદલી કરી દેવાઈ
ગુજરાતમાં ચૂંટણી પૂર્વે અલગ-અલગ વિભાગમાં ઉચ્ચ અધિકારીઓની બદલી કરવામાં આવી રહી છે. ત્યારે તાજેતરમાં જ રાજ્યમાં 76 DySPની બદલી કરાઇ હતી. આ સિવાય 24 મામલતદાર કક્ષાના અધિકારીઓની પણ બદલીના આદેશ અપાયા. વધુમાં થોડાક દિવસો અગાઉ જ 7 ડેપ્યુટી કલેક્ટરોની પણ બદલીના મહેસૂલ વિભાગે આદેશ આપ્યા હતા. તદુપરાંત 42 ડે.કલેક્ટરની બદલી અને 26 મામલતદારોને બઢતી અપાઇ હતી. આ સિવાય ગુજરાતમાં ચૂંટણી અગાઉ 23 IAS અધિકારીઓની પણ તાજેતરમાં જ બદલી કરવામાં આવી છે.

ગુજરાતના 24 DEO-DPEOની બદલી
ગુજરાતમાં હજુ તો તાજેતરમાં જ 76 DySPની બદલીના ગૃહ વિભાગે આદેશ આપ્યા છે. તદુપરાંત 24 મામલતદાર કક્ષાના અધિકારીઓના પણ તાજેતરમાં જ ટ્રાન્સફર કરવાનો ઓર્ડર કરાયો હતો. ત્યારે વધુ એક ડિપાર્ટમેન્ટમાં બદલીના આદેશ આપવામાં આવ્યા છે. ચૂંટણી પહેલા રાજ્યના 24 જેટલા DEO - DPEOની બદલી કરાઇ છે. જેમાં અમદાવાદને દોઢ વર્ષ બાદ નવા DEO મળ્યાં છે. અમદાવાદમાં દોઢ વર્ષ બાદ નવા DEO તરીકે રોહિત ચૌધરીની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યના DEO રાકેશ વ્યાસની વડોદરામાં બદલી કરવામાં આવી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
ટિપ્પણી પોસ્ટ કરો (0)
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો Gujarati News 16 ન્યૂઝ એપ.

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top