દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. તેઓ જૂનાગઢમાં આજે જાહેર વિશાળ સભા સંબોધિત કરી રહ્યા હતા. અહીં તેમણે અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. જેમાં સૌથી મહત્વનો ભાગ તેમણે એન્જિનિયરિંગ અને ડોક્ટરીનો વ્યવસાયોનો અભ્યાસ સ્થાનિક ભાષામાં થઇ શકશે તેવી બાંહેધરી આપી હતી. તેમણે જણાવ્યું કે, હવે ગરીબનો દિકરો પણ ડોક્ટર અને એન્જિનિયર બનશે.
ગુજરાતનું આખા વર્ષનું બજેટ હતું તેટલા હજાર કરોડ રૂપિયાનાં વિકાસકાર્યોનું લોકાર્પણ શિલાન્યાસ હું આજના એક જ દિવસમાં કરી રહ્યો છું. આ તમારા બધાનો પ્રેમ જ છે કે દેશ આટલો વિકસી રહ્યો છે. રોજગાર અને સ્વરોજગારના અનેક અવસરો લઇને યોજના આવી છે. વિકાસની વણઝાર માટે પ્રકલ્પો માટે આપ સૌને દિવાળીની ભેટ રૂપે આ અવસર ઉજવવા માટે અનેક અનેક અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. ભાઇઓ બહેનો આજે મારી છાતી ગજગજ ફુલે છે તેનું કારણ આપના આશિર્વાદ છે. મને આનંદ છે કે, ગુજરાત છોડ્યા પછી અમારી ટીમે જે પ્રકારે ગુજરાત સંભાળ્યું ભુપેન્દ્રભાઇ અને ટીમ જે પ્રકારે ગુજરાતને તેજ ગતિથી વિકાસ કરી રહી છે તેનાથી વધારે આનંદ બીજો કયો હોય. ગુજરાતનો વિકાસ દરેક ક્ષેત્રમાં ખુબ જ તેજ ગતિથી ચાલી રહ્યો છે પરંતુ ભાઇઓ બહેનો જુના દિવસો યાદ કરીએ તો આપણે કેવા દિવસો કાઢ્યા છે.
10 વર્ષમાં 7 વર્ષ દુકાળ પડે પાણીના વલખા મારવા પડતા હોય. એક બાજુ કુદરત રૂઠી હોય બીજી બાજુ સમુદ્રનો ખારોપાટ અંદર આવતો જ જાય આવતો જ જાય તેવી જમીનની દશા કરી મુકી. કાઠીયાવાડ ખાલી થતું હતું ગામોગામ હિજરત કરીને લોકો રોટલો રળવા માટે ભટકતા હતા. જો કે આપણે બધાએ ભેગા મળીને જે મહેનત કરી અને પ્રમાણિકતાથી મહેનત કરીએ ત્યારે કુદરત પણ આશિર્વાદ આપતી હોય છે. ગર્વ કરો ભાઇઓ 2001 પછી આ ઇશ્વરની કૃપા જુઓ 20 વર્ષ કરતા વધારે સમય થયો એક પણ વખત દુષ્કાળ નથી પડ્યો. આને આશિર્વાદ ન કહો તો બીજુ શું એક તરફ તમારા અને બીજી તરફ કૃદરતના આશરર્વાદના કારણે હું વિકાસની ભેખ લઇને નિકળી પડ્યો છું.
એક સમય હતો નર્મદા માતાના દર્શન માટે સ્પેશિયલ લોકો બસો લઇને જતા હતા. મહેનતના ફળ મીઠા અને સમય બદલાયો અને મા નર્મદા આજે પોતે સૌરાષ્ટ્રના ગામડે ગામડે આશિર્વાદ પહોંચાડી રહ્યા છે પાણી પહોચ્યા, સડકો સારી થઇ અને ખેડૂતોનું જીવન બદલાઇ ગયું. જૂનાગઢના ખેડૂતોનો ખાસ આભાર માનવો છે. હમણા જ ગવર્નર કહેતા હતા જૂનાગઢના ખેડૂતોએ પ્રાકૃતિક ખેડૂતોનો ઉપાડો એવો લીધો છે. પુરી તાકાતથી તેઓ કામ કરી રહ્યા છે. જૂનાગઢની અમારી કેસર કેરી ભારત નહી સમગ્ર વિશ્વમાં લોકો આ કેરીના દિવાના છે.



.png)